ધારી પાસે મારુતિ ઝાડ સાથે અથડાતા રૂગનાથપુરના પટેલ યુવાનનું મોત

May 19, 2017 at 12:14 pm


ધારી પાસે ખાંભારોડ પર આજે સવારે સાઈકલસવારને બચાવવા જતાં મારૂતી વેગનઆર બાવળના ઝાડ સાથે અથડાતા સજાર્યેલા અકસ્માતમાં રૂગનાથપુરના પટેલ યુવાનનું સ્થળ ઉપર જ કરૂણ મૃત્યુ થયું હતું. જયારે અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી ખસેડાયેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખાંભા નજીકના રૂગનાથપુર ગામેથી વેકરીયા પરિવારના બે યુવાનો જીજે1એચએન 697 નંબરની મારૂતી વેગનઆરમાં કામ સબબ ધારી આવી રહ્યા હતા ત્યારે સવારે 9.30 વાગ્યાના અરસામાં ખીચા ગામ પાસે માર્ગ ઉપર સાઈકલસવારને બચાવવા જતાં મારૂતી બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કિરણભાઈ ભીમજીભાઈ વેકરીયા ઉ.વ.38ને ગંભીર ઈજા થવાથી તેનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જયારે અન્ય ગંભીર ઈજાગ્રસ્ત ગૌતમભાઈ બાબુભાઈ વેકરીયા ઉ.વ.45ને ધારી હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર બાદ વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં ધારી પોલીસ સ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

print

Comments

comments

VOTING POLL