ધુળશીયા પાસે કાર-છકડા વચ્ચે અકસ્માતમાં વૃધ્ધનું મોત

April 16, 2018 at 1:43 pm


જામનગર નજીક ધુળશીયા ગામ પાસે શનિવારે સફેદ કલરની કારે છકડો રીક્ષાને ઠોકર મારી હતી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું સારવારમાં મૃત્યુ નિપજયુ હતું. ધુળસીયા ગામમાં રહેતા મુકેશ દેવશીભાઇ રાઠોડ (ઉ.વ.32) નામના યુવાને પંચ-એ માં સફેદ કલરની કાર નં. જીજે3ડીજી-9493ના ચાલક સામે ફરીયાદ નાેંધાવી હતી જે મુજબ ફરીયાદીના પિતા પોતાની છકડો રીક્ષા નં. જીજે10-4131 લઇને શનિવારે કાલાવડથી ફલ્લા તરફ જતા હતા ત્યારે ઉપરોકત નંબરની કારના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી આેવરટેક કરવા જતા છકડાને હડફેટે લીધો હતો. રીક્ષા સહિત ફરીયાદીના પિતાને પછાડી દઇ માથા તથા વાંસાના ભાગે ગંભીર ઇજા પહાેંચાડી હતી, ઘવાયેલા વૃધ્ધને કાલાવડની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું. ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર શહેરમાં એસીડ ગટગટાવી મહિલાનો આપઘાત

જામનગરની ઇન્દીરા સોસાયટીમાં એક મહિલાએ ગઇકાલે એસીડ પી લેતા સારવારમાં મૃત્યુ થયુ હતું કયા કારણસર પગલુ ભર્યુ એ અંગે તપાસ ચલાવવામાં આવી છે. જામનગરના નવાગામ ઘેડ ઇન્દીરા સોસાયટીમાં રહેતી મીનાબેન ઇશ્વરભાઇ મકવાણા (ઉ.વ.47) નામની મહિલાએ ગઇકાલે કોઇ કારણસર એસીડ પી લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવની જાણ ઇશ્વર ડાયાભાઇ મકવાણા દ્વારા સીટી-બી માં કરવામાં આવી હતી, પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા માટે તપાસને આગળ વધારી છે.

ભેંસદડમાં છાતીમાં દુઃખાવાથી જામનગરના યુવાનનું મૃત્યુ

જામનગરના મંગલવાસમાં રહેતા મનસુખ ડાયાભાઇ પઠાણી (ઉ.વ.42) નામના યુવાનને ધ્રાેલના ભેંસદડ ગામે રાત્રીના સુમારે અચાનક છાતીમા દુઃખાવો ઉપડતા સારવાર માટે ધ્રાેલની સરકારી હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું.

print

Comments

comments

VOTING POLL