ધોનીએ પોતે કેપ્ટનશિપ નથી છોડી, દબાણમાં આવીને નિર્ણય લીધાનો ધડાકો

January 9, 2017 at 1:31 pm


દેશના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક એવા મહેન્દ્રસિંહ ધોનીએ વન-ડે અને ટી-20 ટીમનો નિર્ણય લઈ સૌને વિચારતા કરી દીધા છે. ધોનીનું કેપ્ટનશીપ છોડવા પાછળનું કારણ એવું દશર્વિાઈ રહ્યું હતું કે આગામી વન-ડે અને ટી-20 વર્લ્ડકપમાં ટીમનો એક જ કેપ્ટન હોવો જોઈએ તેથી ધોની હટી ગયો છે. જો કે ધોનીએ ખુદ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો જ નથી અને તેના ઉપર કેપ્ટનશીપ છોડવા માટે પસંદગીકારોએ દબાણ કર્યું હોવાના અહેવાલોએ જોર પકડયું છે.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ધોનીએ ખુદ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય નથી લીધો. પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદ ધોનીને ગત સપ્તાહે ઝારખંડ અને ગુજરાત વચ્ચે ચાલી રહેલા રણજી મેચ દરમિયાન ધોનીને મળવા ગયા હતાં. ધોનીની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત બાદ પ્રસાદે કહ્યું હતું કે હં ધોનીના આ નિર્ણયને સલામ કરું છું. તેણે યોગ્ય સમયે નિર્ણય લીધો છે. ધોની જાણે છે કે અત્યારે વિરાટ કોહલી ખુદને સાબિત કરી ચૂક્યો છે.
આ સૂત્રએ જણાવ્યું કે ધોનીની કેપ્ટનશીપ છોડવાની અને કોહલીને ટીમની કમાન સોંપવાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી હતી. આ પ્રક્રિયાની શઆત 21 સપ્ટેમ્બરે નવી પસંદગી સમિતિની રચના સાથે જ શ થઈ ગઈ હતી. પાંચ લોકોની આ પેનલે ભારતીય ક્રિકેટના રોડમેપ્ની સંપૂર્ણ કમાન પોતાના હાથમાં લીધેલી છે અને આ પેનલનું ધ્યાન 2019નો વર્લ્ડકપ છે.
આ પેનલે ધોનીને સમજાવ્યો હતો કે કોહલીને કમાન કેમ સોંપવી જોઈએ. આ જ વાત ફરી એક વખત ઝારખંડમાં દોહરાવવામાં આવી હતી અને આ વાત થયા બાદ ધોનીએ તુરંત જ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી હતી. આમ ધોની ઉપર વારંવાર દબાણ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી ધોની ઉપર કેપ્ટનશીપ્નું દબાણ પણ રહેલું હતું. તેની સામે વિરાટે સતત પાંચ ટેસ્ટ શ્રેણીમાં ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. 2015માં ભારતે પોતાની જ જમીન ઉપર સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. 2016ની શ-આતમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું. આ પછી વર્ષાંતે ન્યુઝીલેન્ડને 3-2થી પરાજીત કર્યું હતું.
ધોનીની આગેવાનીમાં 2015ના વર્લ્ડકપ્ના સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. એ વર્ષે ભારતે માત્ર 7 વન-ડે જીત્યા હતાં અને 6 મેચ હાયર્િ હતાં.

print

Comments

comments

VOTING POLL