ધોનીએ વન-ડે અને ટી-20ની કેપ્ટનશિપ શા માટે છોડી?

January 5, 2017 at 10:49 am


ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સફળ કેપ્ટનોમાં ગણાતા મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે કેપ્ટનશિપમાંથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ એક નિવેદન જાહેર કરી આ માહિતી આપી હતી. ધોની ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરીઝમાં કેપ્ટન તરીકે નહીં રમે.
ધોનીએ અચાનક આ નિર્ણય કેમ કર્યો તે અંગે બીસીસીઆઈએ કંઈ કહ્યું નથી અને ધોની તરફથી પણ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. કેપ્ટનશિપ છોડવાના કારણ અંગે અટકળો લગાવવાની શરૂ થઈ ગઈ છે. ક્રિકેટના જાણકારોએ આ નિર્ણય પાછળ ઘણા કારણો ગણાવી રહ્યા છે.
છેલ્લી કેટલીક વન-ડે સીરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા અનુસાર રહ્યું ન હતું. આ કારણે પણ તે દબાવમાં હતો. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે 2019 માટે નવા કેપ્ટનને પૂરતો સમય આપવા માંગે છે. આગામી વર્લ્ડ કપમાં 2 વર્ષનો સમય બાકી છે, એવામાં આગામી કેપ્ટન જોકે સંભવિત વિરાટ કોહલી હશે, જેમને પોતાની ટીમ તૈયાર કરવાની તક મળશે.
જાણકારોના મતે, ધોની આગામી વર્લ્ડ કપ રમવા માંગે છે. જેના માટે તે પોતાને ફિટ રાખવા માંગે છે. આ જ કારણે તેણે 2014માં ટેસ્ટ ક્રિકેટમાં નિવૃતિ લઈ લીધી હતી. હવે વિકેટકીપર-બેસ્ટમેન તરીકે ધોની પોતાની રમત પર ફોક્સ કરવા માંગે છે.
ખેલ પ્રેમીઓએ માટે તે જોવું મહત્વું હશે કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની યુવા વિરાટ કોહલીના નેતૃત્વમાં રમશે. માનવામાં આવી રહ્યું છે કે કોહલી માટે આ ધોની ખૂબ મદદરૂપ સાબિત થશે. ધોની કોહલી સાથે ટીમમાં રહેશે તો તેનો અનુભવ પણ કામ લાગશે.

print

Comments

comments

VOTING POLL