ધોનીના ‘વિષ્ણુ અવતાર’ અંગેની ફરિયાદ સુપ્રીમ કોર્ટે કરી રદ્દ

April 20, 2017 at 4:08 pm


ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને મેગેઝીનના કવર પર વિષ્ણુનો અવતાર દર્શાવી તેની સામે નોંધાવવામાં આવેલી ફોજદારી ફરિયાદ સુપ્રીમ કોર્ટે રદબાતલ કરી છે. વર્ષ 2013માં ધોનીને એક બિઝનેસ મેગેઝીનના કવર પર હિન્દુ દેવતા વિષ્ણુના રૂપમાં બતાવવામાં આવ્યો હતો. આ ફોટામાં ‘વિષ્ણુ સ્વરૂપ’ના ફોટામાં ધોનીના આઠ હાથમાં અલગ-અલગ ઉત્પાદન હતા. જેમાં જૂતા પણ સામેલ હતા.

આ ફોટાને લઇને ધોની વિરુધ્ધ બેંગલુરૂની મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં આઇપીસી કલમ 295 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધોનીએ આ કેસ વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ચૂક્યો હતી.

print

Comments

comments

VOTING POLL