ધોનીની માઠી: દિલ્હીની હોટલમાંથી 3 મોબાઈલ ચોરાઈ ગયા !

March 19, 2017 at 1:39 pm


દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ત્રણ મોબાઈલ ફોન ચોરી થઈ ગયા છે. ઘટના શુક્રવાર સવારની છે. ધોનીએ દ્રારકા સેકટર ૧૦ના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની એફઆઈઆર નોંધાવી છે. જો કે મોડેથી આ ત્રણેય મોબાઈલ મળી આવયા હતાં.
અસલમાં શુક્રવાર સવારે યારે દિલ્હીના દ્રારકા સ્થિત વેલકમ હોટલ આઈટીસી હોટમાં આગ લાગી ગઈ હતી. ધોની સહિત ઝારખંડની ટીમ તે હોટલમાં જ ઉતરી હતી. આગ લાગ્યા બાદ ખેલાડીઓને બહાર નિકાળવામાં આવ્યા હતા. તે સમયે ચોરી ધોનીના મોબાઈલ ચોરી થવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ હોટલના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ સહિતની કાર્યવાહી કરી હતી.
ધોનીએ જે એફઆરઆઈ નોંધાવી હતી તેમાં કહ્યું છે કે, ૧૭ માર્ચ સવારે ૬.૨૦ કલાકે વેલકમ આઈટીસી હોટલના કર્મચારી આકાશ હંસે મને આગ લાગવાના સમાચાર મને આપ્યા હતા. તે પછી અમને બીજી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. સાજે સાડા ચાર વાગે ટ્રાવેલ મેનેજર સંદીપ ફોગાટ અને આસિસ્ટેન્ટ વિકાસ હસિજા વેલકમ આઈટીસી હોટલમાં મા સામાન લેવા પહોંચ્યા તો તેમને મારા ત્રણ ફોન મળ્યા નહતા. તેની માહિતી હોટલ સ્ટાફને આપી દેવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL