ધોરણ-10નું પેપર દાહોદ સ્ટ્રાેંગ રૂમમાંથી જ ફુટ્યું હોવાનાે ઘટસ્ફોટ

April 21, 2017 at 9:40 am


ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10ની પરીક્ષામાં અંગ્રેજીનું પેપર દાહોદ સ્ટ્રોંગરૂમમાંથી જ ફૂટ્યું હોવાની વિગતો બહાર આવી રહી છે. તેવી જ રીતે વધેલા પ્રશ્નપત્ર તથા અસલ બંડલ પર સહી કરીને દાહોદ સ્ટોંગરૂમ મારફતે વડોદરા જમા કરાવ્યા નથી, તેની સામે મટીરિયલ નાશ કરીને પુરાવાનો નાશ કરવા પરીક્ષામાં સરકારી ડ્યૂટી ધરાવતા ફરજ પરના અધિકારીઓ દ્વારા કૃત્ય આચરવામાં આવ્યું હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે.
24મી માર્ચના રોજ બનેલી ઘટનામાં મહીસાગર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેમાં દાહોદ જિલ્લાના પાણીયા પ્રાથમિક સ્કૂલના શિક્ષક હિતેન્દ્રભાઇ ઉર્ફે હીતેષ મંગળભાઇ પ્રજાપતિ (રહે. ગેગડીયા, તા. લુણાવાડા, હાલ પીપલોદ) તેના પિતરાઇ ભાઇ હર્ષદ રમણભાઇ પ્રજાપતિ તથા મુનખોસલા પ્રાથમિક શાળામાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં હર્ષદના પિતા રમણભાઇ ધુળાભાઇ પ્રજાપતિ (રહે. ઝાલોદ, દાહોદ)નો સમાવેશ થતો હતો. આ ત્રણેયને ગઇકાલે અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતાં તેમના પાંચ દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા હતા. જ્યારે ગઇકાલે પકડાયેલા ઝાલોદના પ્રિતેશકુમાર કનુભાઇ પટેલ, કીર્તિકુમાર તુલસીદાસ પટેલ, અંકુરકુમાર હુકમસિંહ પાટીદાર, ગોધરાના જાફરાબાદના બાબુભાઇ મગનભાઇ પ્રજાપતિ, સંતરામપુરના પ્રહલ્લાદભાઇ ભીખાભાઇ રાણા તથા દાહોદના હિતેશ ચુન્નાલાલા અગ્રવાલને આજે અદાલતમાં રજૂ કીરને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.
આ ટોળકીમાં પ્રિતેશકુમાર કનુભાઇ પટેલ ઝાલોદ અને હિતેશ ચુનાલાલ અગ્રવાલ લીમખેડા સ્કૂલમાં શિક્ષક છે. તેમજ પોતના ટ્યુશનના અને શાળાના બાળકોને પાસ કરવા અને વધુ માર્કસ અપાવવા માટે નાણાકીય લાભ લઇને પ્રશ્નપત્ર વાયરલ કરતાં હતા. આ પ્રકરણમાં હજી દાહોદ, મહીસાગર, ખેડા અને અન્ય જિલ્લાના પણ અનેક આરોપીની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

print

Comments

comments

VOTING POLL