ધોરણ 10માં ગણિતના પેપરે વિદ્યાર્થીઓને વિચારતા કરી મુકયા

March 20, 2017 at 3:15 pm


બે દિવસની રજા બાદ આજે ધોરણ 10નું ગણિતનું પેપર હતું. વિદ્યાર્થીઓ માટે અઘરા ગણાતા ગણિત વિષયનું પેપરે વિદ્યાર્થીઓને વિચારતા કરી મુકયા હતાં. વિભાગ-એ માં પુછાતા એમસીકયુ પ્રશ્ર્ન ટવીસ્ટ કરીને પુછ્યા હતાં જેથી વિદ્યાર્થીઓને એમનો ઉત્તર આપવા માટે સમય વધુ આપવો પડયો હતો. જ્યારે પ્રમય આ વર્ષે પણ રીપીટ થયો હતો. આમ જોઈએ તો પેપર એકંદરે સરળ હતું પરંતુ ટવીસ્ટ કરીને પુછાતા વિદ્યાર્થીઓ માથુ ખંજવાળતા થઈ ગયા હતાં.
ધોરણ 10માં આજે ગણિતની પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ 52,272 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી 51388 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં અને 884 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. જ્યારે બે કોપીકેસ નોંધાયા હતાં જેમાં એક કોપીકેસ સંગ્રામજી હાઈસ્કૂલ અને બીજો પણ કોપીકેસ દેરડીકુંભાજી ગામે આવેલ શેઠ આર.એ. શાળામાં નોંધાયો હતો. ગાંધીનગર સ્કવોડની ટીમ ચેકીંગ દરમિયાન બન્ને વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાઈ ગયા હતાં.
મોટા ભાગના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષય અધરો તેમજ કંટાળાજનક હોય છે અને ગણિત વિષય માટે વધુ મહેનત કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગણિતનું પેપર ફરી પાછું ટવીસ્ટ કરીને પુછાયું હતું. ગણિતના પેપરમાં વિભાગમાં કુલ 50 એમસીકયુ પુછવામાં આવે છે. જેમાંથી 42 એમસીક્યુ સહેલા હતાં જ્યારે આઠ એમસીકયુ ટવીસ્ટ કરીને પુછાતા વધુસમય ફાળવવો પડયો હતો. તેવી પરિસ્થિતિ થઈ હતી. જ્યારે પ્રમય કાટખુણો સાબીત વિષયનો પુછાયો હતો જે ગત વર્ષે પણ પુછાયો હતો. પ્રમય ગત વર્ષનો રીપીટ થતાં વિદ્યાર્થીઓ ખુશખુશા થયા હતાં. જો કે થિયરી સહેલી હતી તેમ વિદ્યાર્થીઓએ જણાવ્‌યું હતું.
જ્યારે શિક્ષક જતીન ભરાડના જણાવ્‌યા અનુસાર વિભાગ-બીમાં મોટા પ્રશ્ર્નો સહેલા હતાં પરંતુ વિભાગ-એમાં જે એમસીકયુ પ્રશ્ર્ન પુછવામાં આવે છે તેમાંથી આઠ પ્રશ્ર્નો ટવીસ્ટ કરીને પુછાયા હતાં જેથી વિદ્યાર્થીઓને વિચારતા કરી મુકયા હતાં. વધુમાં જતીન ભરાડના જણાવ્‌યા અનુસાર સામાન્ય વિદ્યાર્થીઓને પાસ થવામાં મુશ્કેલી નહીં પડે પરંતુ 100માંથી 100 ગુણ મેળવવા થોડા અઘરા પડશે.
આજે ગણિત વિષયની પરીક્ષા બાદ આવતીકાલે એક દિવસની રજા પછી સમાજની પરીક્ષા છે જ્યારે ધોરણ-12માં બપોરે અર્થશાસ્ત્રનું પેપર છે જ્યારે વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4માં પણ બપોરે 3 વાગ્‌યાથી ગણિતનું પેપર છે.

print

Comments

comments

VOTING POLL