ધોરાજીના ભાડેર ગામના ઉપસરપંચની વાડીમાંથી જુગારધામ ઝડપાયુંઃ 9.54 લાખની મતા સાથે 11 ઝબ્બે

March 20, 2017 at 12:15 pm


રાજકોટ જિલ્લા પોલીસવડા અંતરીપ સુદે શરૂ કરેલા દારૂ-જુગારના હાટડા બંધ કરવાના અભિયાન દરમિયાન પાટણવાવ પોલીસે સચોટ બાતમીના આધારે ધોરાજીના ભાડેર ગામના સરપંચની વાડીમાં દરોડો પાડીને 11 શખસોને ઝડપી લઈ તેની પાસેથી 54 હજારની રોકડ સહિત રૂા.9.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બનાવને પગલે ધોરાજી તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ધોરાજીના ભાડેર ગામની સીમમાં આવેલ ઉપસરપંચ અજીતસિંહ વાઘેલાની વાડીમાં કેટલાક સમયથી જુગારધામ શરૂ થયું હોવાની સચોટ બાતમીના આધારે પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.ચાવડા, માલદેવભાઈ, રાજદીપભાઈ, પ્રદિપભાઈ, મનીષભાઈ, ધવલભાઈ, જયેશભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી ઉપસરપંચ અજીતસિંહ વાઘેલા, વજશી પીઠવા વરૂ, દિનેશ લુકડીયા, મીનાબેન લુકડીયા, કરશન નંદાણીયા, સંજય હીરા ચાવડા, નયન ગાલોડીયા, અમીત જોશી, ધર્મેશ ભાલાળા, અલતાફ ગામેતી, કીશોર થાનકી સહિતનાને ગંજીપન્ના વડે જુગાર રમતા ઝડપી લીધા હતાં.
દરમિયાન પોલીસે 54,870ની રોકડ, બે કાર, એક મોટરસાઈકલ સહિત 9.54 લાખની મતા કબજે કરી છે.

પોલીસની વધુ તપાસમાં ભાડેર ગામના ઉપસરપંચ અજીતસિંહ વાઘેલાએ પોતાની વાડીમાં જુગાર ધામ શરૂ કર્યું હોય જેમાં રાજકોટ હડતમીયા, ભાડેર, ઉપલેટા, માંગરોળ સહિતના ગામથી જુગારીઆે જુગાર રમવા આવતા હોવાનું બહાર આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL