ધોરાજીની નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ: ભાજપ, કોંગ્રેસ અને એનસીપીએ ઉમેદવારો મેદાને ઉતાર્યાં

February 3, 2018 at 11:44 am


ધોરાજીમાં પાલિકાની ચૂંટણી નજીકના દિવસો માં યોજાનાર છે ત્યારે નેશનલ પક્ષ માટે આ ચૂંટણી પ્રતિષ્ટતા ના સમાન બની રહેશે. વાત કરીએ તો ધોરાજી નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપનું સાશન હતું ત્યારે રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની સમસ્યા તથા ગંદકીના મુદ્દે લોકો ત્રાહિતધામ પોકારી ઉઠéા હતા અને લોક આંદોલન તથા ધોરાજી બંધ સહીત નાગરિકો દ્વારા આત્મવિલોપન સહીત ના જલદ આંદોલનો થયા હતા જયારે આ વાતના પડઘા ગાંધીનગર સુધી પડતા ગુજરાત ના મુખ્ય મંત્રીની તત્કાલીન સૂચનાથી રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે એ ધોરાજી માં ધામા નાખ્યા હતા અને તે સમય ના જાંબાજ પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડને સાથે રાખી ધોરાજી ના દરેક વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી અને ગાંધીનગર મુખ્ય મંત્રી સમક્ષ તમામ અહેવાલ રજૂ કરેલ હતો. અને લોક ફરિયાદ બાબતે ધોરાજી નગરપાલિકા ને સુપર સીડ કરવા નો હુકમ થયો હતો.

બાદ પાલિકામાં વહીવટદાર ની નિમણુંક કરાયેલ હતી જેમાં વહીવટદાર તરીકે બાહોશ પ્રાંત અધિકારી ગોવિંદ સિંહ રાઠોડને ચાર્જ સાેંપાયો હતો. પરંતુ રાજકીય વગ ધરાવતા અમુક નેતા આે એ ગોવિંદસિંહ રાઠોડ ની બદલી નો હુકમ થતા શહેર ની પરિસ્થિતિ ફરી ખાડે ગઈ છે. જયારે હાલ માં પછાત વિસ્તારો માં રોડ રસ્તા નું પ્રશ્ન તથા શહેર ભર માં સફાઈ અને ગંદકી નો પ્રશ્ન તથા પીવાના પાણીની સમસ્યા તથા ખાસ કરીને કૈલાસ ધામ વિધુત શમશાન બંધ વગેરે બાબતો પણ ચૂંટણી લક્ષી મુદ્દાે બનિયો છે.

આ બાબતે ધોરાજી ભાજપ અગ્રણી જેસુખ ઠેસીયા ને પૂછતાં જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી એ ધોરાજી માં વિવિધ વિકાસ ના કામો કર્યા છે કરોડો રુપિયા ના ખર્ચે બનાવેલ રોડ રસ્તા લોકો નરી આંખે જોઈ શકે છે અને સમસ્ત ધોરાજી ના દરેક વિસ્તાર ના તમામ રસ્તા પર મેટલીગ નું કામ અને અનેક રસ્તા પર પેવર રોડ જેવી કામગીરી કરાઈ છે ભૂગર્ભ ગટર નું કામ ચાલી રહ્યું હોવાથી રસ્તા આે ઉબડ ખાબડ બનેલ હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી હમેશ માટે વિકાસ ના કામો ને અગ્રતા આપે છે પીવાના પાણી ની પાઇપ લાઈન નાખવાનું કામ પણ પૂર જોસ માં ચાલી રહ્યું છે અને લોકો ભારતીય જનતા પાર્ટી ના વિકાસ ના કામો ને જોઈ અને ભાજપ ને મત આપશે અને ગત ટર્મમાં ભાજપે 24 ઉમેદવારો ને મેદાને ઉતાર્યા હતા અને આ ચૂંટણી માં પણ 24 ઉમેદવારો ને મેદાને ઉતારવામાં આવશે અને બહુમતી ની સાથે તમામ ઉમેદવારો જંગી લીડ થી જીતશે.

print

Comments

comments

VOTING POLL