ધોરાજીમાં તસ્કરોનું પેટ્રાેલિંગઃ ફાર્મસન પ્લાસ્ટિકનું શટર તોડી રોકડ અને કોમ્પ્યુટરનું સીપીયુ ઉઠાવી ગયા
હાલ ધોરાજી શહેરમાં તસ્કરોનું રાજ આવતું હોય તેવો માહોલ રચાયો છે. ધોરાજીમાં ગણતરીનાં દિવસોમાં જેતપુર રોડ, જમનાવાડ રોડ, જૂનાગઢ રોડ પર દુકાનો, કારખાના અને ઘરફોડીનાં બનાવો વધવા પામ્યા છે. ત્યારે પોલીસ નિંદ્રાધીન હોય અને તસ્કરોનું પેટ્રાેલિંગ ચાલતું હોય તેવો તાલ સજાર્યો છે.
ગત રોજ રાત્રીનાં 2 વાગ્યાનાં સુમારે જેતપુર રોડ પર આવેલ ફાર્મસન પ્લાસ્ટિક ઈન્ડ.માં તસ્કરોએ શટર તોડી આેફિસમાં પ્રવેશી આશરે 12થી 15 હજાર જેવી રોકડ રકમ અને કોમ્પ્યુટરનું સીપીયુ તેમજ કારખાનામાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં બે શખસો શટર તોડી ચોરીને અંજામ આપતા સ્પષ્ટ નજરે પડયા હતા આ ફાર્મસન કારખાનામાં ગત જુન-2017માં 50,000 જેવી રકમની ચોરી થવા પામી હતી તસ્કરોએ ફરી આ જ જગ્યાએ ચોરી કરી હતી. તાજેતરમાં જમનાવડ રોડ પર ઘરફોડી, જૂનાગઢ રોડ પર દુકાનમાં જેતપુર રોડ પર પાપડ બનાવતી ફેકટરીમાં ત્યારબાદ ફાર્મસન પ્લાસ્ટિકમાં ગણતરીનાં દિવસોમાં ચોરી કરી તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંકયો હોય તેવું જણાઈ રહ્યું છે કારખાનેદાર દ્વારા હાલ ચોરી મામલે પોલીસને જાણ કરવામાં આવી છે.