ધો.૧૦–૧૨ના પેપરની ચકાસણી પૂર્ણતાના આરે: આગામી અઠવાડિયાથી માર્કસ મુકાવાની કામગીરીનો થશે પ્રારભં

April 6, 2018 at 5:04 pm


ધો.૧૦ અને ૧૨ના પેપરની ચકાસણી પુર્ણતાને આરે છે. આગામી સાહથી માર્કશીટમાં માર્કસ મુકાવાની કામગીરી શરૂ થઈ જશે તેવું શૈક્ષણીક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ધો.૧૦–૧૨નું રીઝલ્ટ મેના અંતમાં જાહેર થવાનું છે તે પુર્વે શિક્ષણ તત્રં દ્રારા તૈયારી ચાલી રહી છે.
માર્ચના અંતમાં બોર્ડની પરીક્ષા પુરી થયા બાદ તુરતં પેપર મુલ્યાંકનની કામગીરીનો આરભં થઈ ગયો હતો. છેલ્લે જાણવા મળતી વિગત મુજબ ધો.૧૦ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહના પેપરોની તપાસણી થઈ ચુકી છે. જયારે આર્ટસ–કોમર્સના પેપરનું મુલ્યાંકન અંતિમ તબકકામાં છે. આ કામગીરી પણ આ સાહમાં પુરી થઈ જશે તેવું જાણવા મળ્યું છે. ડીઈઓના સુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજકોટ સહિત અન્ય શહેરોમાં પેપરનું મુલ્યાંકનની કામગીરી ચાલી રહી હતી. પેપર તપાસવાનું પુર્ણ થતાં આગામી સોમવારથી વિધાર્થીઓની મહેનતનો નિચોડ માર્કશીટમાં મુકાશે. આગામી મે મહિનામાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે તે પુર્વે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે તે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેઓ દ્રારા પેપર ચકાસણી પુરી થઈ જતાં તેઓએ માર્કસ મુકવાની કામગીરી હાથ ધરી છે.
ધો.૮ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાનો ગઈકાલથી પ્રારભં થયો છે. આગામી સાહમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા પુર્ણ થતાં વેકેશન સત્ર શરૂ થશે.

print

Comments

comments

VOTING POLL