ધ્રાંગધ્રામાં શાક માર્કેટમાં દબાણ હટાવાતા ટોળા ઉમટી પડયા

February 2, 2018 at 12:00 pm


ધ્રાંગધ્રામાં શાકમાર્કેટના દબાણ હટાવાની કામગીરીને લઈને પોલીસ અને શાકમાર્કેટના લારીવાળા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે લારીવાળાને મારમાર્યાની વાતો વહેતી થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા બજારમાં ઉમટી પડયા હતા.

ધ્રાંગધ્રા શહેરમાં ટ્રાફીક સમસ્યા દૂર કરવા માટે પોલીસ દ્રારા દબાણો હટાવાયા હતા. પોલીસે શાકમાર્કેટના દબાણો હટાવાતા પોલીસ સાથે લારી વાળાઓને ધર્ષણ થતા મામલો બિચકયો હતો.

રફીકભાઈ ખાજી નામના યુવાનને પોલીસ દ્રારા મારમાર્યાના બનાવને લઈને મોટીસંખ્યામાં લારીવાળા મહિલાઓ સહિત મોટીસંખ્યામાં બજારમાં ટોળા ઉમટી પડયા હતા. અને નવી શાકમાર્કેટ બધં કરવા માટે દોડી ગયા હતા. ત્યારે પીઆઇ એનકેવ્યાસ અને પોલીસ દોડી ગયા હતા. અને લારીવાળાઓને સમજાવી મામલો થાણે પાડો હતો. આ બનાવને લઈને બજારમાં ભારે અફડાતફડીનો માહોલ છવાઈ ગયો હતો.

print

Comments

comments

VOTING POLL