ધ્રાેલના સુધાધુના ગ્રુપના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ

September 8, 2018 at 12:38 pm


ધ્રાેલ તાલુકાના સુધાધુના ગ્રુપમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ખીમજીભાઇ ભંડેરી સ્વૈિચ્છક રીતે નોકરીમાંથી તા. 31/8/18 ના નિવૃત થતા તેમને વિદાય આપવાનો સમારંભ તાલુકા પંચાયત ધ્રાેલના સભાગૃહમાં તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઇ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જેમાં તમામ તલાટી કમ મંત્રીઆે તથા તાલુકા પંચાયત સ્ટાફ તાલુકા વિકાસ અધિકારી હિતેષભાઇ વાઘેલા તલાટી મંડળના પ્રમુખ નિલેષભાઇ વિ. ઉપિસ્થત રહેલ ભંડેરીભાઇનું આ તકે સન્માન કરી નિવૃતી જીવનની શુભેચ્છા પાઠવવામાં આવેલ. આ તકે નિવૃત ટી.ડી.આે. પંકજભાઇ ખાસ ઉપિસ્થત રહી ભંડેરી ભાઇનું શાલ આેઢાડી સન્માન કરી શુભેચ્છા આપેલ હતી, તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ મંડાભા પ્રમુખ દ્વારા ભંડેરીભાઇની નિષ્ઠા, પ્રમાણિકતા, નીડરતા તથા તેમનામાં રહેલ આધ્યાિત્મક ગુણોને યાદ કરી નિવૃત જીવન નિરામય દુર્ધાષ્ય તેમજ પ્રભુસેવા તથા લોકસેવામાં પસાર થાય તેવી શુભેચ્છાઆે પાઠવેલ હતી.

print

Comments

comments

VOTING POLL