ધ્રાેલની 5.24 લાખની ચોરીમાં જામનગરના શખસની ધરપકડ

March 20, 2017 at 2:30 pm


ધ્રાેલના લંઘા શેરીમાં આવેલ મેમણ ચોક ખાતે રહેતી મહિલાના મકાનમાં ધોળા દિવસે ત્રાટકેલા શખસે લોખંડની પેટીમાંથી સોના-ચાંદીના દાગીના અને 1.80 લાખની રોકડ મળી કુલ 5.24 લાખનો મુદામાલ ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ હતી, માત્ર સવા કલાક બંધ રહેલા મકાનને નિશાન બનાવવામાં આવતાં પોલીસે તાકીદે જુદી-જુદી દિશામાં ચક્રાે ગતિમાન કર્યા હતાં અને ગણતરીની કલાકોમાં માતબર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં જામનગરના બકાલાના એક ધંધાથ}ને દબોચી લેવામાં આવ્યો છે.

ધ્રાેલના લંઘાશેરી વિસ્તારમાં મેમણ ચોક ખાતે રહેતી બાનુબેન હુશેનભાઇ કાજી (ઉ.વ.65) નામની ફકીર વૃધ્ધા તા.17ના રોજ પોતાના મકાને તાળુ મારીને દિવસ દરમ્યાન લૌકીક કામે બહાર ગયા હતાં અને પાછળથી કોઇ અજાÎયા શખસે ઘરનું તાળુ ખોલી અંદર ત્રાટકયો હતો, ઘરમાં પ્રવેશી પલંગ નીચે રાખેલી લોખંડની પેટીમાંથી સોનાના 167 ગ્રામ દાગીના અને ચાંદીના આશરે 374 ગ્રામ દાગીના તેમજ 1.80 લાખની રોકડ મળી કુલ 5.24 લાખનો મુદામાલ ઉઠાંતરી કરીને નાશી છુટયો હતો. મહિલા પરત ફરતા ઘરમાંથી ચોરી થયાનું જાણમાં આવતાં ધ્રાેલ પોલીસમાં બાનુબેન ફકીર દ્વારા અજાÎયા ઇસમ સામે પોલીસ ફરિયાદ નાેંધાવતાં તાકીદની અસરથી ધ્રાેલ પીએસઆઇ ચૌધરી, કુલદિપસિંહ સહિતના સ્ટાફે જુદી-જુદી દિશામાં તપાસના ચક્રાે ગતિમાન કર્યા છે, જામનગર સુધી તપાસ લંબાવીને ગણતરીની કલાકોમાં માતબર રકમની ચોરીનો ભેદ ઉકેલી નાખ્éાે હતો, જામનગરના ભાવસાર ચકલામાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા સફીક અજીજ લખા નામના શખસને ઝડપી લીધો હતો અને ચોરીમાં ગયેલો મુદામાલ કબ્જે લેવામાં આવ્éાે છે. આરોપી ધ્રાેલ ખાતે પ્રેમીકાને મળવા જતો હોય દરમ્યાનમાં આ શખસ પર શંકા જતાં ભેદ ઉકેલાયો હતો.

print

Comments

comments

VOTING POLL