ધ્રાેલમાં ઇંટોના ભઠ્ઠાવાળા સાથે 4.20 લાખની છેતરપીડી

March 13, 2018 at 1:17 pm


ધ્રાેલના લતીપુર રોડ પર રહેતા ઇંટોના ભઠ્ઠાવાળા પાસેથી ઇંટોનો જથ્થાે લઇને રૂપીયા નહી ચુકવી 4.20 લાખની છેતરપીડી આચર્યાની રાજકોટના કન્સ્ટ્રકશનવાળા સહિત ત્રણ સામે ગઇકાલે વિધીવત ફરીયાદ દાખલ કરવામાં આવી છે જે ફરીયાદના અનુસંધાને પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાેલ તાલુકાના લતીપર રોડ પર રહેતા ઇંટોના ભઠ્ઠાવાળા રમેશ ટપુભાઇ વાઘેલા (ઉ.વ.50) ને આશરે સાતેક મહિના પહેલાના સમયગાળામાં વાગુદડીયા હાેંકરાના પુલ પાસે આરોપીઆેએ વિશ્વાસમાં લઇને તેની પાસેથી કુલ 1.45 લાખ નંગ ઇંટો જેની કિંમત રૂા. 4.20.500 ની ખરીદી કરી હતી, દરમ્યાનમાં ઇંટોના રૂપીયા નહી ચુકવીને રમેશભાઇ સાથે વિશ્વાસઘાત-છેતરપીડી કરી હતી. આ અંગે રમેશ વાઘેલા દ્વારા ધ્રાેલ પોલીસમાં ગઇકાલે રાજકોટ 150 ફºટ રીગ રોડ બાલાજી હોલ પાછળ રહેતા સ્વામીનારાયણ કન્સ્ટ્રકશન આેફીસ નં. 55 આેમ કોમ્પ્લેક્ષ બીજો માળ ખાતેના ઘનશ્યામ આર. પટેલ, જોડીયાના મેઘપરમાં રહેતા ભીખા મૈયા ટોયટા તથા પ્રવિણ વાલજી વાઘેલા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી કલમ 406, 420, 114 મુજબ ફરીયાદ નાેંધાવી હતી. જેના આધારે પીએસઆઇ વી.એન. આહીર તપાસ ચલાવી રહયા છે.

print

Comments

comments

VOTING POLL