નક્સલીઆેનાે ખાત્મો કરવા તૈયાર કરાયેલો માસ્ટર પ્લાન

January 12, 2019 at 8:13 pm


માઆેવાદીઆેના એજન્ડાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી લેવામાં આવેલા આક્રમક પગલાના કારણે માઆેવાદીઆેની કમર તુટી ગયા છે. માઆેવાદીના પ્રભાવવાળા વિસ્તારોમાં સતત ઘટાડો થઇ રહ્યાાે છે. આગામી દિવસાેમાં નક્સલવાદીઆે અને માઆેવાદીગ્રસ્ત વિસ્તારોમાં આના ભાગરૂપે જોરશોરથી વિકાસ કાયોૅને આગળ વધારી દેવામાં આવનાર છે. સાથે સાથે સરકારની યોજના છે કે આદિવાસી વિસ્તારોમાં નક્સલવાદીગ્રસ્ત ક્ષેત્રોમાં લોકો સુધી નક્સલીઆેની વિકાસ વિરોધી છાપને પહાેંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી સમુદાયના પછાતપણાના મામલાને જોરશોરથી ઉઠાવવામાં આવનાર છે. સરકાર અને સુરક્ષા સંસ્થાઆે સાથે મળીને માઆેવાદી ગતિવિધી પર બ્રેક મુકવા આક્રમક રીતે કામ કરનાર છે. મિડિયા માટે તૈયાર કરવામાં આવેલી માગૅદ##352;શકાને સરકારે મંજુરી આપી દીધી છે. પાેલીસ ફોસૅ આધુનિકીકરણ યોજના હેઠળ માઆેવાદી ક્ષેત્રોમાં નક્સલી અને હિંસક ડાબાેરી વિચારધારાને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવનાર છે. આ તમામ અભિયાનને જન જન સુધી પહાેંચાડી દેવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. આદિવાસી બહુમતિવાળા વિસ્તારોમાં આદિવાસી લોકપ્રિય તરીકા સાથે તમામ બાબતાેને લોકો સુધી પહાેંચાડી દેવાના પ્રયાસ કરવામાં આવનાર છે. માઆેવાદી દેશના અનેક રાજ્યોમાં સક્રિય થયેલા છે.માઆેવાદીઆેને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસ પણ જારી છે.

print

Comments

comments

VOTING POLL