નખત્રાણાના એ.એસ.આઈ. એ ગળેફાંસાે ખાઈને જિંદગી ટુંકાવી

September 14, 2018 at 9:11 pm


પાેલીસ બેડામાં ગમગીની છવાઈ ઃ સ્થળ પર સ્યુસાઈટ નાેટ ન મળી

નખત્રાણા પાેલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટરે આત્મહત્યા કરી લેતા, અરેરાટી સાથે સન્નાટો ફેલાઈ જવા પામ્યો છે.
રાજનાથ મુનશી યાદવે આજે બપાેરે ગળેફાંસાે ખાઈ લીધો હતાે. નિવૃતિના આરે પહાેંચેલા કર્મચારીના આત્મહત્યા પાછળ હજુ કોઈ કારણ સ્પષ્ટ થઈ શક્યા નથી. તપાસનીસના કહેવા મુજબ હજુ કોઈ સ્યુસાઈડ તપાસનીસના કહેવા મુજબ હજુ કોઈ સ્યુસાઈડ નાેટ મળવા પામી નથી. તેણે પાેલીસ લાઈનમાં પગલુ ભરી લીધું હતું. હતભાગીનાે પરિવાર મુન્દ્રા રહે છે. બનાવને લઈને ઉચ્ચ પાેલીસ અધિકારીઆે ઘટના સ્થળે પહાેંચી ગયા હતા. હજુ પાંચ મહિના પૂવેૅ તેઆે મુન્દ્રાથી બદલીને નખત્રાણા આવ્યા હતા. આત્મહત્યાની ઘટના પાછળ કામગીરીનું ભારણ કે અન્ય કોઈ બાબત છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે. પાેલીસ કર્મચારીના મોતથી બેડામાં સન્નાટો છવાઈ જવા પામ્યો છે. તેમના મૃતદેહને ગાર્ડ આેફ આેનર આપીને સલામી અપાશે. તેઆેની કર્મનિષ્ઠ ફરજને આજે પણ કચ્છના લોકો ભુલી નહિં શકે તે એક હકીકત છે.

print

Comments

comments

VOTING POLL