નખત્રાણામાં વ્યાજખોરોના ત્રાસને લઈને યુવાને આત્મહત્યાનાે કયોૅ પ્રયાસ
છેલ્લા ઘણા સમયથી વ્યાજ આપી દીધું હોવા છતાં ત્રાસ ગુજારવામાં આવતાે હતાે
કચ્છમાં વ્યાજખોરોનાે ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યાાે છે. જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. નખત્રાણા ખાતે એક યુવાનને છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો દ્વારા ત્રાસ અપાતા તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનાે પ્રયાસ કયોૅ હતાે. આ બનાવમાં પાેલીસ ફરીયાદ નાેંધાવાઈ છે. મુળ વડવાકાંયા અને હાલે દેવપર(યક્ષ) ખાતે રહેતા ભીમજીભાઈ મનજીભાઈ બુચિયા (ઉ.વ.41)એ બે વર્ષ પૂવેૅ દર મહિને 10 ટકાના વ્યાજે દોઢ લાખ લીધા હતા. જે પેટે રૂા. 4 લાખ ચુકવી આપ્યા હતા. તેમ છતાં અવાર-નવાર તેઆેને કાદિયા ગામના સુરૂભા માનસંગજી જાડેજા વ્યાજ પેટે વધુ રૂા. 3 લાખની માંગણી કરી અને ધમકી આપી રહ્યાા હતા. એટલું જ નહિં તેઆેને ટ્રક નં. જીજે.1ર.એ.વાય.7864 કિ.રૂા. 6 લાખ વાળી ચોરી કરીને લઈ ગયા હતા. ટ્રક પરત આપવાની માંગણી કરતા સુરૂભાએ રૂપિયા આપશે તાે ટ્રક મળશે તેવું કહી અને તને મરવંુ હોય તાે મરી જા તેવું જણાવેલ હતું. આ બનાવમાં ભીમજીભાઈને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આ સમગ્ર ઘટનામાં નખત્રાણા પાેલીસ મથકે ફરીયાદ નાેંધાવાઈ છે. જે આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લા સાત દિવસમાં વ્યાજ અંગેની ચોથી ફરીયાદ નાેંધાવાઈ છે. કચ્છમાં વ્યાજખોરોનાે ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યાાે છે ત્યારે આવા બનાવો ન બને તે માટે લોકોએ પણ જાગૃતતા દાખવવી જરૂરી બની રહે છે.