નરેશ પટેલે ભાજપને સમર્થન જાહેર કયર્નિા અહેવાલોથી ગરમાવો: જો કે, નરેશ પટેલે કર્યો ઈનકાર

December 7, 2017 at 4:26 pm


લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધાર્મિક સ્થાન ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલે આજે ભાજપ્ના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ભાજપ્ને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હોવાના અહેવાલો કેટલીક ટીવી ચેનલો ઉપર પ્રસારિત થતાં ભારે ગરમાવો આવી ગયો હતો. જો કે થોડીવારમાં જ નરેશ પટેલે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં આવી કોઈ વાતનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં કોઈને સમર્થન જાહેર કર્યું નથી અને જ્યારે મારે કોઈ વાત કહેવી હશે ત્યારે હં પોતે જાહેરાત કરીશ.
આજે અહેવાલો ટીવી ચેનલો ઉપર પ્રસારિત થયા હતા કે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જીતુભાઈ વાઘાણીના કાયર્લિયની મુલાકાત લીધી હતી અને બન્ને વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે ભાજપ્ને અને જીતુભાઈ વાઘાણીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
આ વાત લાકડીયા તારની જેમ ફેરવાઈ જતાં ગરમાવો આવી ગયો હતો અને આ સંદર્ભે પૂછપરછ શ થઈ ગઈ હતી. જો કે નરેશ પટેલે ‘આજકાલ’ને જણાવ્યું હતું કે મેં જીતુભાઈ વાઘાણી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત કરી હતી અને વિવિધ સામાજિક કાર્યો બાબતે ચચર્િ થઈ હતી. અમારી બેઠક દરમિયાન સમર્થન આપવા અંગેની કોઈ ચચર્િ થઈ ન હતી તેથી આવો કોઈ સવાલ ઉભો થતો નથી.
નરેશ પટેલે એમ પણ કહ્યું હતું કે મારે કદાચ કોઈને સમર્થન જાહેર કરવાનું હોય તો તેની જાહેરાત હં પોતે જ કરું. બીજા કોઈ વ્યક્તિના મોઢે મારા સમર્થનની વાત ન થઈ શકે.
આમ નરેશ પટેલે ભાજપ્ને સમર્થન આપ્યાના અહેવાલોને સીધા શબ્દોમાં નકારી કાઢયા હતા.

print

Comments

comments

VOTING POLL