નરોડા-દહેગામ રોડ પર યુવકની હત્યા કરાઈ

October 7, 2017 at 11:13 am


અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાઓનો સિલસિલો જાવા મળી રહ્યો છે જેમા વધુ એક હત્યા શહેરના નરોડા-દહેગામ રોડ ઉપર કરવામા આવી હોવાની નરોડા પોલીસને જાણ થતા નરોડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર,અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર આવેલા સનાથલ આશ્રમ નજીક ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામા આવી હોવાની નરોડા પોલીસને જાણ થતા ડોગ સ્કવોર્ડ સાથે પોલીસનો કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL