નરોડા વિસ્તારમાં પિતાએ જ સગા પુત્રને આત્મહત્યા કરવા મજબૂર કર્યો : પિતાની અટકાયત

July 17, 2017 at 12:13 pm


શહેરના નવા ગેલેક્સી સિનેમા રોડ ઉપર આવેલા એક ફ્લેટમાં રહેતા પિતાએ જ સગાપુત્રને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામતા સરદારનગર પોલીસે પિતાની ધરપકડ કરી દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલા નવા ગેલેક્સી સિનેમાની પાસે આવેલા ઈલોરા ફ્લેટમાં રહેતા હિતેશ હરેશભાઈએ ગત ૨૮ એપ્રિલના રોજ આત્મહત્યા કરી હતી. એ સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

ઘટનાના ત્રણેક માસ બાદ પોલીસ સમક્ષ ફરીયાદી નંદાબેન હરેશભાઈની ફરિયાદ આવી હતી જેમાં તેમણે તેમના પુત્રને તેમના પતિએ જ આત્મહત્યા કરવા પ્રેરયો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસના કહેવા અનુસાર, હરેશ ભૂયમલ, રહે. ઈલોરા ફ્લેટ, નરોડાએ બીજા લગ્ન કરેલા છે. પ્રથમ પત્નીથી તેમને એક પુત્ર અને બીજી પત્નીથી બે પુત્ર અને એક પુત્રી જન્મ્યા છે. આરોપી હરેશ તેના જ પુત્ર હિતેશને શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાના કારણે ગત ૨૮ એપ્રિલના રોજ તેણે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આભાર – નિહારીકા રવિયા

print

Comments

comments

VOTING POLL