નર્મદે… સર્વદે…

September 18, 2017 at 8:40 pm


ગુજરાતમાં આ વરસના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે ને અત્યારથી ચૂંટણીની મોસમ જામી ગઈ છે. ગુજરાતમાં ભાજપ ને કોંગ્રેસ એ બે વચ્ચે જગં છે ને બંને રાજકીય પક્ષો ચૂંટણી આવે ત્યારે લણી શકાય એવો પાક વાવવામાં પડા છે. આ મથામણના ભાગપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા યોજના રાષ્ટ્ર્રને સમર્પિત કરી દીધી. નર્મદા યોજનાનું ઘણું કામ હજુ બાકી છે ને જેના થકી લોકો સુધી લાભ પહોંચવાનો છે તે નહેરોનું તો અડધોઅડધ કામ બાકી છે પણ ભાજપ માટે અત્યારે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે.
નર્મદા યોજના માટે નરેન્દ્ર મોદીએ ઘણું કયુ છે. એ પોતે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નર્મદા યોજનાનું કામ ઝડપથી ચાલે એ માટે ઝનૂનથી કામ કરેલું. વડા પ્રધાન બન્યા પછી તેમણે સૌથી પહેલાં તો નર્મદા બંધની ઐંચાઈ વધારવાનું કરેલું ને નર્મદા યોજનાનું કામ ધમધોકાર ચાલુ કરાવી દીધેલું. મોદીના કારણે નર્મદા યોજના ઝડપથી પૂરી થઈ એ કબૂલવું પડે.

ભાજપ રાજકીય ફાયદા માટે ભલે આ વાતો કરતો હોય પણ વાસ્તવમાં કેન્દ્રમાં કોંગ્રેસની જે પણ સરકારો આવી તેમણે નર્મદા યોજનાને અટકાવવા કોઈ કારસા કે કાવાદાવા કર્યા નથી. આ સંજોગોમા મોદીએ કોંગ્રેસને થોડીક ક્રેડિટ આપી હોત તો કોઈ રાજકીય નુકસાન જાય તેમ ન હતું.
કોંગ્રેસની સરકારે નર્મદા યોજનાની શઆત કરાવી અને જવાહરલાલ નહેના હસ્તે ૧૯૬૧માં તેનું ખાતમુહર્ત થયું ત્યારથી મધ્ય પ્રદેશમાં બધાંને વાંધા હતા. ગુજરાતમાં નર્મદા પર બધં બને તેની સામે શઆતથી કકળાટ હતો જ પણ નહેએ કોંગ્રેસીઓને બેસાડી દઈને વાતને વાળી લીધેલી.
જો કે ભાજપને ન્યાય ખાતર કહેવું જોઈએ કે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકારો આવી પછી તેમણે ડખા નથી કર્યા. કોંગ્રેસના દિગ્વિજયસિંહ હતા ત્યાં લગી આ બધું ચાલ્યું ને ભાજપ આવ્યો પછી બધું શાંત થઈ ગયું. મધ્ય પ્રદેશે પુનર્વસન ને ગુજરાતને લેણાં થતાં નાણાંની ચુકવણીમાં અડચણો ઊભી નથી કરી.

અત્યારે તો એવી જ આશા રાખીએ કે નર્મદા યોજનાનું બાકીનું કામ ઝડપથી પૂં થાય ને સૌરાષ્ટ્ર્ર–કચ્છની વરસો જૂની પાણીની સમસ્યાનો કાયમી નિવેડો આવે. અત્યારે ઘણી રાહત થઈ જ છે પણ સાવ નિરાંત થઈ જાય એ જરી છે. સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં પુષ્કળ જમીન છે પણ પાણી નથી તેથી એ જમીન એમ જ પડી રહી છે. પાણી મળશે તો એ જમીનનો ઉપયોગ થશે ને ઉત્પાદકતા વધશે. સરવાળે રાષ્ટ્ર્રને ફાયદો થશે.

print

Comments

comments

VOTING POLL