નલિયાના સામુહિક દુ»કર્મકાંડના કેસમાં સીઆઈડીની ટીમની તપાસનાે ધમધમાટ

March 17, 2017 at 8:27 pm


નખત્રાણાની ફન એન્ડ ફુડમાં માલિકની પુછપરછ ઃ શરૂઆતથી માંડીને અત્યાર સુધીના કેસની હકિકતાે મેળવવામાં આવશે

અબડાસા તાલુકાના નલિયાના ચકચારી દુ»કર્મકાંડમાં તપાસનાે ધમધમાટ શરૂ થયો છે. સામુહિક દુ»કર્મની તપાસ માટે સીઆઈડીના વડા ભુજ આવી પહાેંચ્યા હતા અને નખત્રાણાની હોટલથી તપાસની શરૂઆત કરી છે.

રાજ્યભરમાં ચકચાર જગાવનાર નલિયાના દુ»કર્મ કેસમાં એલસીબીની ટીમે આઠ આરોપીઆેની ધરપકડ કરી હતી. આરોપીઆેના નાકોૅ ટેસ્ટ કરાવવાની અરજીને નલિયા કોટેૅ તથા ભુજ સેશન્સ કોટેૅ નામંજુર કરી હતી. આરોપીઆે હાલે પાલારા જેલમાં સજા ભોગવી રહ્યાા છે. પિડિતાને પાેલીસની તપાસથી સંતાેષ ન હોઈ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. ગઈકાલે ગૃહમંત્રી પ્રદિપિંસહ જાડેજાએ આ ચકચારી કેસની તપાસ કરવા હાઈકોર્ટના નિવૃત જજ એ.એલ.દવેની નિમણુંક કરી હતી.સીઆઈડીના આઈ.જી. ત્રિવેદીએ આજે સવારે નખત્રાણા ખાતે આવેલ આ કેસમાં ચર્ચામાં રહેલ ફન એન્ડ ફુડમાં તપાસ હાથ ધરી હતી. તેઆેએ હોટલના માલિક પાસે હોટલના લાઈસન્સ તેમજ જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી. તેઆે સાથે મદદનીશ પાેલીસ અધિક્ષક હિમકરિંસગ સહિતના અધિકારીઆે ઉપસ્થિત રહ્યાા હતા. નલિયાના સામુહિક દુ»કર્મકાંડની ઘટનામાં એક પછી એક હકિકતાે બહાર આવી રહી છે. આ સમગ્ર કેસમાં શરૂઆતથી માંડીને અત્યાર સુધી પાેલીસ દ્વારા કઈ કઈ દિશા તરફ તપાસ કરાઈ હતી. તેની હકિકતાે મેળવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL