નલિયામાં તાપમાન વધ્યું છતાં ૧૧.૬ ડિગ્રી સાથે પ્રથમ સ્થાન જળવાયું

February 6, 2018 at 2:38 pm


કચ્છમાં આજે બદલાયેલા વાતાવરણના પગલે તાપમાનમાં થોડો સુધારો થતાં ઠંડી થોડી ઘટી હતી. નલિયાએ 11.6 ડિગ્રી તાપમાન થવા છતાં પાેતાનું પ્રથમ સ્થાન બીજા દિવસે જાળવ્યું હતું. ભુજમાં લઘુત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીના વધારા સાથે 13.8 ડિગ્રી તાપમાન નાેંધાયું હતું.
ભુજમાં આજે મહત્તમ તાપમાન ર8 ડિગ્રી લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી ભેજનું પ્રમાણ સવારે પ6 ટકા અને સાંજે ર9 ટકા હતું. ઉત્તર પૂર્વની દિશા સાથે પવનની સરેરાશ ઝડપ 4 કિ.મી.ની હતી.
ભુજમાં મહત્તમ તાપમાન ઘટ્યું હતું તાે લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધ્યું હતું.
કચ્છના કાશ્મીર નલિયામાં લઘુત્તમ તાપમાનમાં સીધો 3 ડિગ્રીનાે વધારો નાેંધાયો હતાે. તાે મહત્તમ તાપમાન ઘટ્યું હતું. સવારનાે ઠંડીનાે ચમકારો યથાવત હતાે પરંતુ વાતાવરણમાં પલટો આવવાના કારણે બપાેરની ગરમી રાહત હતી. આ ઉપરાંત નલિયાએ વધુ એક દિવસ પાેતાનું પ્રથમસ્થાન જાળવી રાખ્યું હતું.
કંડલા પાેર્ટ ખાતે લઘુત્તમ તાપમાન 1પ.8 ડિગ્રી અને કંડલા એરપાેર્ટ ખાતે લઘુત્તમ તાપમાન 14.પ ડિગ્રી હતું. બન્ને સ્થળે લઘુત્તમ તાપમાન વધ્યું હતું. તાે મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નાેંધાયો હતાે. આજે 11.6 ડિગ્રી સાથે નલિયા પ્રથમ નંબરે 1ર.6 ડિગ્રી સાથે વલસાડ ત્રીજા નંબરે અને 13.8 ડિગ્રી સાથે ભુજ ત્રીજા નંબરે હતું. આજે તાપમાન કોઈ સ્થળે િંસગલ ડિજીટમાં નહોતું તાે તમામ સ્થળે તાપમાન 11 ડિગ્રી કરતાં વધારે હતું. આેખામાં તાે લઘુત્તમ તાપમાન ર1 ડિગ્રીનાે આંક વટાવી ગયું હતું. મહત્તમ તાપમાનમાં 34.4 ડિગ્રી સાથે મહુવા મોખરે હતું.
કચ્છમાં મહત્તમ તાપમાન ઘટતા બપરોની ગરમીમાં થોડી રાહત રહી હતી.

print

Comments

comments

VOTING POLL