નલિયા કાંડમાં કાેંગ્રેસે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે : જીતુ વાઘાણી

February 17, 2017 at 10:43 am


પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, ગઈકાલે જે રીતે કાેંગ્રેસે પ્રધાનમંત્રીના માતૃશ્રી હીરાબા કે જેઆે 95 વર્ષના છે તેમના નિવાસસ્થાન સુધી પહાેંચવાનાે નિષ્ફળ પ્રયાસ કરીને કાર્યક્રમ કયોૅ તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા અને તેમનું કુટુબ એક સામાન્ય પરિવારની જેમ રહે છે તેમનો સમગ્ર પરિવાર રાજકારણથી દુર છે. તેમનાે જીવન પદ્ધતિ અને વ્યવહાર એક સામાન્ય નાગરિક જેમ જ વિતારી રહ્યાા છે. અગાઉ જેટલા પ્રધાનમંત્રીઆે હતા તેમના પરિવાર કેવા વૈભવી ઠાઠ માઠનાં સરકારી સુખ સગવડમાં રહેતા હતા તે દેશની જનતા જાણે છે પરંતુ જે રીતે કાેંગ્રેસ 95 વર્ષના માતા હીરાબાને સાંકળીને કાર્યક્રમ કરીને, કાેંગ્રેસ પાેતાની હલકી અને વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું છે.

આ પ્રકારનું કાેંગ્રેસનું નિમ્નસ્તરનું, નકારાત્મક વલણ જોઈને ગુજરાતની જનતાને પણ આઘાતની લાગણી અનુભવી હતી. ભાજપનાં 1 કરોડ પ્રાથમિક સભ્યો છે. જો ભાજપનાં કાર્યકતાૅઆે કાેંગ્રેસના નેતાઆેના ઘરે જવાનું શરૂ કરશે તાે કાેંગ્રેસના નેતાઆેને પણ બહાર નીકળવાનું મુશ્કેલ થઈ શકે છે, પરંતુ તે ઉચિત નથી. અમને અમારા સંસ્કારો આ પ્રકારના જવાબાે આપતા રોકે છે. ગુજરાત કાેંગ્રેસ પ્રમુખના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવિંસહજી સાેલંકીને નિવાસ ગાંધીનગર છે છતાં કાેંગ્રેસ સામેના કાર્યક્રમોના સંદર્ભમાં ભાજપા ક્યારેય પરિવારને વચ્ચે લાવતી નથી.

ગુજરાતની રાજકીય, સામાજીક, પરંપરા, સભ્યતા, સંસ્કારોને જાળવવાની જવાબદારી પણ રાજકીય પાટીૅના નેતાઆેની છે. કાેંગ્રેસે રાજકીય, સામાજીક પરંપરા અને સભ્યતાને સમજીને ઘર અને કુટુંબીજનાે સામેના કાર્યક્રમોથી દુર રહેવું જોઈએ. વાઘાણીએ જણાવ્યું હતું કે, કાેંગ્રેસ કેવા પ્રકારનાં નકારાત્મક કાર્યક્રમો આપે છે. કેવા પ્રકારની યાત્રા કાઢે છે અને સમાજમાં શું સંદેશો આપવા માંગે છે.

કાેંગ્રેસ દેશમાં ગુજરાતનાં સંસ્કારીતા, અÂસ્મતાને બદનામ કરવાના પ્રયાસ કરે છે. એકબાજુ ભાજપા મારી આગેવાનીમાં આદિવાસીઆે માટે વિકાસ ગાૈરવ યાત્રા કાઢી રહી છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઆે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાજપા સરકારે પેસાના કાયદાથી વનપેદાશો, ખનીજ પેદાશો માટે અધિકાર અને સત્તા આપી તેવી લોકહિત માટે યાત્રા કાઢે છે. જ્યારે બીજી બાજુ કાેંગ્રેસ સંઘર્ષ યાત્રા અને નલીયા કાંડને લઈને પીડીતીની સંવેદનાને વધુ ચોટ પહાેંચાડવા માટે કેવા વિષયને લઈને યાત્રા કાઢે છે. કાેંગ્રેસનું વિચારોનું, કાર્યક્રમોનું કેટલુ નિમ્નસ્તર છે અને તે પરથી કાેંગ્રેસની ગંદી અને નબળી માનસિકતાનું પ્રતિિંબધ વ્યક્ત થાય છે.

print

Comments

comments

VOTING POLL