નવરાત્રીમાં ગરબે ઘુમવા ખેલૈયાઓએ ચિતરાવ્યા ટેટુ

September 15, 2017 at 5:46 pm


નવરાત્રીમાં ગરબે ઘુમવા માટે રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના યુવાનોમાં ટેટૂનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે. રાજકોટની યુવતીઓ પીઠ પર અવનવા ટેટૂઓ ચિતરાવીને ગરબે ઘુમવા માટે સજ્જ બની ગઇ છે.

ખેલૈયાઓમાં નવરાત્રીના નવે નવ દિવસ પોતાના શરીર પર અલગ-અલગ પ્રકારના ટેટૂ ચિતરાવવાનો ક્રેઝ દર વર્ષે જોવા મળી રહ્યો છે. આ નવરાત્રીમાં ખેલૈયાઓ પીઠ પાછળ જે ટેટૂ બનાવી રહ્યા છે અને ટેટૂ માટે આર્ટિસ્ટ પાસે યુવાનો નવરાત્રીમાં ખાસ કરીને ટેમ્પરરી ટેટૂ ચિતરાવવાનું પસંદ કરતા હોય છે. જ્યારે કેટલાક યુવાનો જૂના ટેટૂ પર મેકઓવર કે કવરઅપ પણ કરાવે છે. રાજકોટ શહેરની બે ઉભરતી મોડલ્સે દિપીકા પાદુકોણ અને અનુશ્કા શર્માની સ્ટાઇલમાં ટેટૂ ચિતરાવ્યા છે.

print

Comments

comments

VOTING POLL