નવરાત્રીમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ ખીચું

September 18, 2017 at 5:01 pm


નવરાત્રી હવે બહુ નજીક છે. નવરાત્રીમાં ગરબા ગ્રાઉન્ડની બહાર બીજી કઈં મળે કે ના મળે પણ ખીચાના સ્ટોલ તો અચૂક જોવા મળે જ છે. જોકે ઘણાલોકોને બહારનું ખીચુ ખાવું ના પણ ગમે. તો વળી સ્વાસ્થ્યની બાબતમાં પણ ટેન્શન રહેતું હોય છે, એટલે જ આજે અમે લાવ્યા છીએ 7 પ્રકારનાં અવનવાં ખીચાંની રેસિપિ, જેને તમે ઘરે જ બનાવી લૂંટી શકો છો આનંદ અને નહીં રહે તબિયત બગડવાનું ટેન્શન.

સૌપ્રથમ એક મોટા વાસણમાં પાણી ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ચપટી સોડા અને મીઠું ઉમેરો. ત્યાર બાદ તેમાં ચમચી તેલ અને મરચાની પેસ્ટ અધકચરું જીરું પણ ઉમેરો. પાણી એક દમ વ્યવસ્થિત ઉકળી જાય એટલે તેમાં લોટ ઉમેરો. લોટને ખૂબ જ ઝડપથી હલાવો. તેમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખો. એક ધારુ હલાવતા રહો બસ તૈયાર છે ગરમ ગરમ ખીચું. સીંગતેલ અને મેથીના મસાલા સાથે ગરમ-ગરમ ખીચુંની મઝા માણો. તમે ઉપરથી મેથી મસાલો નાખીને પણ સર્વ કરી શકો છો.

print

Comments

comments

VOTING POLL