નવલનગરમાં ટીખળ ટોળકીનું કારસ્તાન: રિક્ષાને આગ ચાંપી

January 11, 2017 at 3:21 pm


નવલનગરમાં આવેલ આરએમસી કવાર્ટરમાં ઘર પાસે પાર્ક કરેલી સીએનજી ઓટો રિક્ષાને કોઈ અજાણ્યા ટીખળી તત્વોએ આગ ચાપી દઈ સળગાવી નાખતા માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગેની વિગત મુજબ નવલનગર શેરી નં.9માં આરએમસી કવાર્ટરમાં રહેતા ભુપતભાઈ બાબુભાઈ નિરંજન ઉ.વ.42 નામના પ્રૌઢે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે રાત્રીના તેના ઘર પાસે શેરીમાં પાર્ક કરેલી પોતાની રિક્ષા નં.જીજે3બીટી 1551 કિંમત ા.1 લાખનીમાં કોઈ અજાણ્યા તીખણી તત્વોએ આગ ચાંપી સળગાવી નાખી નાસી જતાં બનાવ અંગેની જાણ માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.એ.તળપદાએ પ્રાથમિક તપાસ હાથ ધરી રિક્ષાને આગ ચાંપ્નાર શખસોની શોધખોળ આદરી છે.

print

Comments

comments

VOTING POLL