નવાગામ ઘેડમાં દસ જુગારી આબાદ ઝડપાયા

September 8, 2018 at 1:28 pm


જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા દસ શખ્સોને 14500ની મતા સાથે એલસીબીની ટુકડીએ દબોચી લીધા હતા.

જામનગર જીલ્લા પોલીસવડા શરદ સિંઘલની સુચના મુજબ એલસીબીની ટુકડી શહેર વિસ્તારમાં જુગારના કેસ શોધી કાઢવા પેટ્રાેલીગમાં હતા એ દરમ્યાન બાતમી મળેલી કે નવાગામ ઘેડના નાઘેરવાસમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમે છે આથી દરોડો પાડીને જુગાર રમતા નાઘેરવાસના સાહીલ કિશોર સોલંકી, રામસીગ ધીરુ વાળા, સંજય ઉર્ફે ગુગો રમણીક કબીરા, સંજય કારુ વાળા, અમિત ઉકા સોલંકી, ધર્મેન્દ્ર ગોવિંદ વાળા, શની રમેશ કબીરા, રાજેશ કાનજી જેઠવા, પ્રમોદરામ દયાનંદરામ દુસાદ અને નવાગામ ઘેડના વિનોદ દયાનંદ રામને પકડી લીધા હતા. તેના કબ્જામાંથી 14500ની રોકડ અને ગંજીપતા કબ્જે કરવામાં આવ્યા હતા, દરોડાની કાર્યવાહી એલસીબી પીઆઇ ડોડીયાની સુચનાથી પીએસઆઇ વાગડીયા, પીએસઆઇ ગોહીલ, સ્ટાફના જયુભા, વશરામભાઇ, ભરતભાઇ, બસીરભાઇ, નિર્મળસિંહ, કમલેશભાઇ, મિતેશભાઇ, ભગીરથસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

લાલપુરના ગજણામાં પાના ટીચતા ચાર ઝબ્બે ઃ બે ફરાર

લાલપુરના ગજણા ગામે જાહેરમાં તીનપતી ખેલતા ચાર શખ્સોને રોકડ સાથે પકડી લીધા હતા જયારે બે નાશી છુટયા હતા.

લાલપુરના ગજણા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ગજણાના ઇસ્માઇલ અલી હમીરાણી, નવાઝ ઇસ્માઇલ હમીરાણી, સરફરાજ ઇસ્માઇલ હમીરાણી, કનસુમરાના ગુલામ મામદ ખીરા આ ચારેયને રોકડા 5330 અને ગંજીપતા સાથે પકડી લીધા હતા જયારે કનસુમરાના અફઝલ ઇબ્રાહીમ ખીરા અને કાસમ સીદી ખીરા નામના બે શખ્સ નાશી છુટયા હતા, દરોડાની કાર્યવાહી લાલપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL