નવા એરપોર્ટનું બાંધકામ જાન્યુઆરીથી શરૂ થઇ જશે: ગુરુપ્રસાદ મહાપાત્રા

October 7, 2017 at 1:11 pm


રાજકોટના ભૂતપૂર્વ કલેકટર અને હાલ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના નવા આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરાયા બાદ આ પ્રોજેકટનું બાંધકામ આગામી જાન્યુઆરી માસથી જ શ કરી દેવાશે અને સમગ્ર પ્રોજેકટ સાડા ત્રણ વર્ષમાં પુરો કરી દેવાશે.

એરપોર્ટના ભૂમિપૂજનના કાર્યક્રમ અંતર્ગત રાજકોટની મુલાકાતે આવેલા ગુરુપ્રસાદ મહાપાત્રાએ રાજકોટની તેમની ટૂંકી મુલાકાત દરમિયાન ‘આજકાલ’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાતમુહર્ત બાદ ઘણા બધા તબકકામાં કામગીરી પુરી કરવામાં આવશે અને બાંધકામની પ્રક્રિયા જાન્યુઆરી-ફેબ્રુઆરી માસથી શ થઈ જશે. ગુરુપ્રસાદ મહાપાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેકટના સતત નિરીક્ષણ માટે રાજકોટની અવારનવાર મુલાકાત લેવામાં આવશે અને હવે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં હં ફરી રાજકોટ આવીશ. રાજકોટની ઈમ્પિરિયલ હોટલ ખાતે ઉતરેલા ગુરુપ્રસાદ મહાપાત્રાએ જૂના સંબંધો અને સંપર્કોવાળા મિત્રોને યાદ કરીને તેમની સાથે હળવાશની પળોમાં ચચર્િ કરી હતી.

print

Comments

comments

VOTING POLL