નવા વિષય અને સંુદર માવજત સાથેની ફિલ્મ ભંવર 10મી નવે.થી થીએટરમાં

October 7, 2017 at 11:39 am


ફિલ્મના કલાકારો અને કસબીઆેએ ભાવનગરની લીધેલી મુલાકાત
આવી રહેલ નવી ગુજરાતી ફિલ્મ ‘ભંવર’ એક એવી ફિલ્મ જેની પાછળ સાડા પાંચ વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે. ફિલ્મના વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ ફિલ્મ બનાવવી મારી માટે એકદમ સરળ ન હતું, કારણકે હું કે મારા માતા-પિતામાંથી કોઈ પણ આ વ્યવસાય સાથે જોડાયેલું નથી, પણ હા, મારા માતા પિતા કે પતિના સહયોગ વગર આ કામ અશક્ય હતું તેમ અદિતિ ઠાકોર કે જે આ ફિલ્મની લેખિકા અને દિગ્દર્શક છે તેમણે જણાવ્યું હતું.
દસમી નવેમ્બરે રીલીઝ થનારી આ ગુજરાતી ફિલ્મ ભંવર એક કઠપૂતળીના કલાકારની વાતાર્ છે જે ગામડેથી શહેરમાં પોતાના સપનાઆેની સાથે આવે છે. એક નવી દુનિયા જોવા, માણવા અને સ્થાપવા. આ ફિલ્મમાં ભંવરનું મુખ્ય પાત્ર મુંબઈના મશહુર કલાકાર નીલ ભટ્ટ નિભાવે છે.
નીલ ભટ્ટ, ટેલીવિઝનના ક્ષેત્રે એક ખૂબ જ મશહંર ઍક્ટર જે તેમના દિયા આૈર બાતી હમ સીરીયલમાં ઇન્સ્પેક્ટર ઝાકીરના રોલ માટે પ્રસિÙ થયા છે અને ઝી ટીવીની બારા બટ્ટા ચોબીસ કરોલ બાગ સીરીયલમાં અભિનો, સ્ટાર પ્લસની ગુલાલ સીરીયલમાં કેસરનો એમ અનેક કિરદાર નિભાવી ચૂક્યા છે અને બૂગી વૂગીના વિજેતા પણ રહી ચૂક્યા છે.
પોતાની ફિલ્મ વિષે રચનાત્મક રજૂઆત કરતા આ ટેલેન્ટેડ ઍકટર નીલ ભટ્ટ જણાવે છે કે, ભંવર એક એવી ફિલ્મ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રાેતાઆેને મનોરંજન પૂરું પાડે. આ એક એવી અથર્પૂર્ણ ફિલ્મ છે જેની હું રાહ જોઈ રહ્યાે હતો. આ ફિલ્મ માત્ર ગુજરાતી ભાષીઆે માટે જ નહિ પણ અનેક વિધ ભાષાના લોકોને સ્પશ} શકે તેવી છે. હું માનું છું કે આ ફિલ્મનો વિષય જ એવો છે જેની ભાષા એક છે સપનાની ભાષા. સપના સિÙ કરવાની ભાષા.
તેમની સાથે ફિલ્મમાં તેમના મિત્રનું પાત્ર ભજવતા અને લગાન ફિલ્મમાં કચરા તરીકે જાણીતા આદિત્ય લાખિયા, નાનપણથી નાટક, ટેલિવિઝન તથા ફિલ્મના માધ્યમને ગજવતી લીડ એક્ટ્રેસ તારિકા ત્રિપાઠી તથા ભંવરના પિતાનું પાત્ર ભજવતા અને ગુજરાતી થીયેટર તથા ફિલ્મોના મોટા ગજાના અભિનેતા પ્રશાંત બારોટ તથા ફિલ્મના એડિટર અને નિમાર્તા (પ્રાેડéુસર) યોગેન્દરકુમાર પણ ફિલ્મની રીલીઝને લઈને ખુબ ઉત્સાહિત તથા આશાસ્પદ છે.

print

Comments

comments

VOTING POLL