નાઇટલીએ અનેક હોલિવુડ ફિલ્મની આેફરને ફગાવી છે

August 9, 2018 at 6:59 pm


લોકપ્રિય અભિનેત્રી અને સાૈથી મોટી સેલિબિ્રટીમાં સ્થાન ધરાવતી કેરા નાઇટલીએ અનેક હોલિવુડ ફિલ્મોની આેફરને ફગાવી દીધી છે. કારણ વધારે સમજી શકાય તેવા દેખાઇ રહ્યાા છે. કેરા નાઇટલીએ કહ્યાુ છે કે તેના કરતા અભિનેતાને વધારે નાણાં ચુકવવામાં આવી રહ્યાા છે. વધુ નાણાં અભિનેતાને મળતા તે ઇન્કાર કરી રહી છે. તેનુ કહેવુ છે કે અભિનેતા અને અભિનેત્રીને એક સમાન પૈસા કોઇ પણ ફિલ્મમાં કામ કરવા માટે મળવા જોઇએ. કાસ્ટમાં જો તેને અભિનેતા કરતા આેછા પૈસા મળે છે તાે તે કોઇ ફિલ્મ કરતી નથી. ભેદભાવને લઇને તે શરૂઆતથી જ વિરોધ કરતી રહી છે. ગ્રાઝિયા મેગેઝિનને આપેલી મુલાકાતમાં કેરા નાઇલીએ કહ્યાુ છે કે તેની પાસે કેટલીક આેફર હાલના દિવસાેમાં આવી છે. પરંતુ નાણાંને લઇને ભેદભાવ રહેતા ફિલ્મો છોડી દીધી છે. તેની પ્રતિક્રિયાને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. હાલના દિવસાેમાં તેની ગણતરી ટોપ સ્ટાર તરીકે કરવામાં આવે છે. કેરા નાઇટલી નક્કરપણે માને છે કે અભિનેતા કરતા આેછા પૈસા મળવાની બાબત તેના માટે યોગ્ય નથી. તે માને છે કે નાણાંને લઇને અભિનેતા અને અભિનેત્રી વચ્ચે અંતર રાખવાની બાબત બિલકુલ યોગ્ય નથી. મિલા કુનિસે પણ હાલમાં આ પ્રન ઉઠાવ્યો હતાે. તે પણ ભેદભાવને લઇને પ્રન કરી ચુકી છે. કેરા નાઇટલી પાેતાની જોરદાર લાઇફ સ્ટાઇલ અને નિવેદનાેના કારણે પહેલાથી જ જાણીતી રહી છે.

print

Comments

comments

VOTING POLL