નાગરવેલ હનુમાન મંદિરે રામકથા આયોજન કરાયું

August 28, 2018 at 8:11 pm


અમદાવાદના રખિયાલ-અમરાઈવાડી રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિરના પટાંગણમાં આગામી દિવસાેમાં ભવ્ય શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ-પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નાગરવેલ હનુમાન ટ્રસ્ટી મંડળ અને સમસ્ત ભક્તગણ મંડળ દ્વારા મંદિરના મહંત સ્વામીશ્રી રંગનાથાચાર્યજી મહારાજના સાનિધ્યમાં શ્રી જગદીશભાઈ નંદરામ લોધા સમસ્ત પરિવારના યજમાનપદે તા. 31-08-2018થી તા. 8-9-2018 દરમ્યાન બપાેરે 3-00થી સાંજે 7-00 વાગ્યા સુધી શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામકથાના મુખ્ય કથાકાર માનસ રાજહંસ આચાર્ય સ્વામી તુલસી કિંકરજી મહારાજ કથા મહાત્મ્ય, શિવ વિવાહ, રામ પ્રાગટâ, રામ વનવાસ, સુંદરકાંડ કથા, રામેશ્વર સ્થાપના, રામરાજ્ય જેવા વિવિધ પ્રસંગાે અનુરૂપ જુદા જુદા દિવસાેએ ભક્તજનાેને રસપાન કરાવશે. શ્રી રામકથાની પાેથીયાત્રા તા. 31-08-2018 સવારે 10-00 કલાકે અને ભંડારો તા. 9-9-2018ના રોજ 11-00 વાગે રાખવામાં આવ્યા છે. શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ પારાયણને લઇ ભકતજનાે અને સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ અને ભકિતનાે માહોલ જોવા મળી રહ્યાાે છે. નવ દિવસની કથા-પારાયણ દરમ્યાન વિવિધ ધા##352;મક અને ભકિતસભર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી નાગરવેલ હનુમાન ટ્રસ્ટી મંડળ અને સમસ્ત ભક્તગણ મંડળ દ્વારા આ શ્રી રામકથા અને જ્ઞાનયજ્ઞ પારાયણને લઇ ભારે જહેમત ઉઠાવી છે અને સુંદર વ્યવસ્થા કરી છે કે, જેથી શ્રધ્ધાળુ શ્રાેતાજનાે અને કથારસિકોને કોઇપણ જાતની અગવડ કે તકલીફ ના પડે. નવ દિવસ સુધી શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે ભકિતનાે માહોલ છવાશે.

print

Comments

comments

VOTING POLL