નાગાલેન્ડ પુર : બે જિલ્લા હજુ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા જ છે

September 11, 2018 at 7:58 pm


નાગાલેન્ડમાં ભીષણ પુરથી સાૈથી વધારે પ્રભાવિત બે જિલ્લાઆેમાં હાલત કફોડી બનેલી છે. ફેક અને કિફિરે જિલ્લામાં ભેખડો ધસી પડવાના કારણે હાલત કફોડી બનેલી છે. આ જિલ્લાઆેમાં ફસાયેલા લોકો સુધી પહાેંચવામાં જિલ્લા વહીવટીતંત્રને સફળતા મળી રહી નથી. ફેક જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, તેને આધારભૂત માળખાને થયેલા નુકસાનને પહાેંચી વળવા માટે 416.06 લાખ રૂપિયા અને કૃષિ માટે પણ આટલા જ રૂપિયાની જરૂર છે. બંને જિલ્લાના વહીવટીતંત્રએ નુકસાન અંગેનાે અહેવાલ કેન્દ્રીય ટીમની સમક્ષ રજૂ કરી દીધો છે. કેન્દ્રીય ટીમે આ રિપાેર્ટને જાહેર કરી દીધો છે. અધિકારીઆેનું કહેવું છે કે અન્ય જિલ્લાઆે પાસેથી પણ રિપાેર્ટ માંગવામાં આવ્યા છે. ફેક જિલ્લાના અધિકારીઆેનું કહેવું છે કે, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ આેથોરિટી દ્વારા સંપૂર્ણપણે નાશ પામેલા આવાસાેમાં મદદ કરવામાં આવી રહી છે.
ભેખડો ધસી પડવાના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. 29મી જુલાઈ દિવસે જિલ્લાના સંપર્ક સંપૂર્ણપણે કપાઈ શકે છે. કિફિરે-કોહિમા અને ટ્યુનસાંગ જિલ્લાને જોડનાર નેશનલ હાઈવે 202ને ખુબ નુકસાન થયું છે. આ રસ્તા સાથે જોડાયેલા અન્ય વિસ્તારોને પણ ભારે નુકસાન થયું છે. કિફિરે જિલ્લામાં આશરે 110 આવાસ રહેલા છે. ખરાબ હવામાનના પરિણામ સ્વરુપે પણ હાલત કફોડી બનેલી છે. નાગાલેન્ડ અને કેરળમાં હાલમાં વિનાશકારી પુરના કારણ ેહાલત કફોડી બની હતી. કેરળમાં 400થી પણ વધુ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત હજારો લોકોને મુશ્કેલીનાે સામનાે કરવો પડâાે હતાે. કેરળમાં જનજીવન હવે ધીમીગતિએ પાટા ઉપર આવી રહ્યું છે પરંતુ રોગચાળાનાે ખતરો હજુ પણ તાેળાઈ રહ્યાાે છે. સ્થિતિને સુધારવાના બનતા તમામ પ્રયાસ કરાઈ રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL