‘નાગીન’ સાથે સલમાન હોસ્ટ કરશે ‘બિગ બોસ-11’!

September 9, 2017 at 7:14 pm


સલમાન ખાન દેશનો સૌથી ચર્ચિત રિયાલિટી શો ‘બિગ બોસ સીઝન 11’ લઇને આવી રહ્યો છે. શો શરૂ થવામાં હવે માત્ર 22 દિવસ જ બાકી છે. આ દરમિયાન મેકર્સે શોનો અન્ય એક ટીઝર વીડિયો લોન્ચ કર્યો છે. આ ટીઝર વીડિયોમાં એક સરપ્રાઇઝ પેકેજ છે. જે તમને અન્ય વીડિયોમાં જોવા નથી મળ્યું. “બિગ બોસ સીઝન 11, પડોશી આ રહે હૈ બજાને 12″ની થીમ સાથે ફરી આવી રહ્યો છે. આ શોના નવા ટીઝરમાં મૌની રોય પણ જોવા મળી રહી છે.

આ પહેલા પણ મૌની સલમાન ખાન સાથે જોવા મળી હતી. જોકે, તે સમયે મૌની શોનો ભાગ નહોતી. હવે શોના પ્રોમોમાં ફરી તે જોવા મળી છે તો શું તે ફરીથી શોમાં જોવા મળશે અથવા સલમાન સાથે શોને હોસ્ટ કરશે તે નક્કી નથી.

print

Comments

comments

VOTING POLL