નાણાંની લેતી-દેતીમાં ફસાયેલા તિરૂપતિનગરના ફાઈનાન્સરનો આપઘાત

September 14, 2018 at 3:21 pm


શહેરના હાર્દસમા નિર્મલા રોડ પર આવેલ તિરૂપતિનગરમાં સવન રેસીડેન્સીના વૈભવી ફલેટમાં રહેતા ફાઈનાન્સરે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં જૈન વણિક પરિવારમાં કરૂણ કલ્પાંત સજાર્યો છે. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતા 10 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવતા પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગેની પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે નિર્મળા રોડ પર આવેલ તિરૂપતિનગર શેરી નં.2માં પારસ હોલ પાસે આવેલ સવન રેસીડેન્સી બ્લોક નં.104માં રહેતા સુધીરભાઈ દુર્લભભાઈ કોઠારી ઉ.વ.53 નામના જૈન વણિક પ્રાૈઢે આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની જાણ પોલીસમાં તેના વેવાઈ હિતેષભાઈએ કરતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા, રાઈટર દિગ્વીજયસિંહ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે ઘટનાસ્થળે પ્રાથમીક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સુધીરભાઈ કોઠારીએ આપઘાત પુર્વે 10 પાનાની સ્યુસાઈડ નોટ લખી હોવાનું જાણવા મળતા પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી લાશને પીએમ રૂમ પર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

સુધીરભાઈ કોઠારી વિરૂધ્ધ આેફિસ પચાવ્યાનો આક્ષેપ થયો હતો

ઈન્દીરા સર્કલ પાસે ગુલમહોર એપાર્ટમેન્ટમાં રહેતા રસિકભાઈ સંઘવીએ અગાઉ પોલીસ કમિશનરમાં સુધીરભાઈ કોઠારી વિરૂધ્ધ આક્ષેપ સાથે અરજી કરી હતી. તેઆેએ અરજીમાં જણાવ્યું હતું કે, તેની પૌત્રીએ અગાઉ સુધીર કોઠારી પાસેથી રૂા.11.50 લાખ લીધા હોય જે પેટે સુધીર કોઠારીએ બળજબરીથી આેફિસ લખાવી લીધાનો આક્ષેપ કરતા મામલો ગાંધીગ્રામ પોલીસ મથકમાં પહાેંચ્યો હતો. ત્યાર બાદ પીઆઈ આેડેદરાના જણાવ્યા મુજબ સુધીર કોઠારી અને રમણીક સંઘવી વચ્ચે સમાધાન થઈ જતાં પોલીસે બન્નેના સોગંદનામા પર લખાણ લઈ અરજી ફાઈલ કરી હતી.

મુંબઈમાં સગભાર્ પુત્રી અને પત્નીને સુધીરભાઈના આપઘાતના સમાચાર મળતા હતપ્રભ થઈ ગયા

તિરૂપતિનગર શેરી નં.2માં સવન રેસીડેન્સીમાં રહેતા ફાઈનાન્સર સુધીરભાઈ કોઠારીએ આજે સવારે ઘરે એકલા હોય પુત્ર સિધ્ધાર્થ બાજુના રૂમમાં સુતો હોય તે દરમિયાન ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મુંબઈમાં રહેતી પુત્રી સગભાર્ હોય તેની ખબર પુછવા ગયેલા સુધીરભાઈના પત્ની હિનાબેન અને સગભાર્ પુત્રીએ પિતાના આપઘાતના સમાચાર સાંભળતા હતપ્રભ થઈ ગયા હતા અને તાત્કાલીક રાજકોટ આવવા મુંબઈથી રવાના થયા હતા.

10 પાનાની સ્યુસાઈડ નોટમાં નાણાંકિય વ્યવહારોનો ઉલ્લેખ

તિરૂપતિનગરમાં ફાઈનાન્સર સુધીરભાઈ કોઠારીએ આપઘાત પુર્વે 10 પાનાની સ્યુસાઈડ નોટ લખી હોય પોલીસે આ સ્યુસાઈડ નોટ કબજે કરી તપાસ કરતા સ્યુસાઈડ નોટના 10 પાના ઉપર તેઆેએ અગાઉ કરેલા નાણાકીય વ્યવહારો લખ્યા હતા. જેમાં તેઆેએ આપેલી રકમ અને અન્ય લોકોને આપવાની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સ્યુસાઈડ નોટની ઉંડાણપૂર્વક તપાસ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશેઃ પીઆઈ આેડેદરા

ફાઈનાન્સર સુધીરભાઈ કોઠારીના આપઘાતના બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ રાજદીપસિંહ જાડેજાએ ઘટનાસ્થળેથી 10 પાનાની સ્યુસાઈડ નોટ કબજે કરી હોય જે બાબતે પુછપરછ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ આેડેદરાએ જણાવ્યું હતું કે, સુધીરભાઈ કોઠારીએ આપઘાત પુર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં તેણે કરેલા આર્થિક વ્યવહારો લખ્યા છે અને આ સ્યુસાઈડ નોટનું ઉંડાણપુર્વક તપાસ કર્યા બાદ જવાબદાર શખસો સામે કાર્યવાહી કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL