નાનામવા નજીકથી હથિયાર સાથે શખસ ઝડપાયો

September 25, 2017 at 3:30 pm


શહેરમાં ગુનાખોરી અટકાવવાના અભિયાન દરમિયાન તાલુકા પોલીસે સચોટ બાતમીના આધારે નાનામવા નજીક આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાંથી પરપ્રાંતીય શખસને દેશી હથીયાર સાથે ઝડપી લઈ આકરી પુછપરછ કરતા તે છેલ્લા 7 વર્ષથી રાજકોટમાં રીક્ષા ચલાવતો હોવાનું અને યુપીથી વેચવા લાવ્યાની કબુલાત આપતા પોલીસે અત્યાર સુધીમાં પકડાયેલા શખસે કેટલા હથીયારો કોને કોને વેચ્યા છે ? તે અંગે વધુ પુછપરછ માટે રીમાન્ડની માગણી સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.એસ.વણઝારાની આગેવાની હેઠળ પીએસઆઈ જી.એસ.ગઢવી, જમાદાર હર્ષદસિંહ ચુડાસમા, વિરેન્દ્રસિંહ, નગીનભાઈ, અશોકભાઈ, ગોપાલસિંહ, અરજણભાઈ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન સચોટ બાતમીના આધારે નાનામવા નજીક આવેલ આવાસ યોજના કવાર્ટરમાં ભાડે રહેતો ઉત્તરપ્રદેશના કુકાપુર તાલુકાના ચિત્રાહટ ગામે રહેતો આસુ નારાયણસિંગ લવસિંગ કુશવાહને દેશી હથીયાર સાથે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની આકરી પુછપરછમાં તે 7 વર્ષથી રાજકોટમાં રહી રીક્ષા ચલાવતો હોવાનું અને આ હથીયાર યુપીથી લઈ રાજકોટ વેચતો હોવાની કબુલાત આપતા રાજકોટમાં કોને કોને અને કેટલા હથીયાર વેચ્ચા છે ? તેની પુછપરછ માટે તેને કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL