નાનામવા નજીક આહિર યુવાન પર હુમલો

March 20, 2017 at 3:08 pm


નાનામવા પાસે આવેલા મોકાજી સર્કલ પાસે મવડી પ્લોટના આહીર યુવાન પર છરી વડે હમલો થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. બનાવના પગલે પોલીસે હોસ્પિટલે દોડી જઈ પુછપરછ કરતા દુધની ડેરી ચલાવતો આહીર યુવાને 10 લાખ પિયા વ્યાજે આપ્યા હોય તેની ઉઘરાણી માટે ગયેલા નાના ભાઈનું પટેલ શખસ અને તેના ડ્રાઈવરે તેનું અપહરણ કર્યું હોય તેને છોડાવવા જતાં હમલો કયર્નિું રટણ કરતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મવડી પ્લોટ નજીક આવેલ માટેલ સોસાયટી શેરી નં.1માં રહેતો નિર્મલ વરવાભાઈ સબાડ ઉ.વ.31 નામનો આહીર યુવાન આજે સવારે નાનામવા નજીક હતો ત્યારે જેન્તી પટેલ અને તેનો ડ્રાઈવર મુન્ના પઢીયારે છરી વડે હમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તાલુકા પોલીસે હોસ્પિટલે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પુછપરછમાં દુધની ડેરીનો સંચાલક નિર્મલે જેન્તી પટેલને 10 લાખ પિયા વ્યાજે આપ્યા હોય તેની ઉઘરાણી કરતા જેન્તીએ ફોન બંધ કરી દીધો હોય તેની ઉઘરાણી માટે નિર્મલનો ભાઈ મહેશ આજે સવારે જતાં જેન્તી રણછોડ કપુરીયા (રહે. સરદાર પટેલ પાર્ક) અને તેનો ડ્રાઈવર મુન્નો પઢીયારે ઈનોવા કારમાં અપહરણ કરી નાનામવા પાસે આવેલ સર્કલ પાસે લઈ જઈ નિર્મલને બોલાવતા ત્યાં જતાં આ હમલો કયર્નિું રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL