નાના વેપારીને રાહત : જીએસટી માટે મુક્તિ મર્યાદા 40 લાખ થઈ

January 10, 2019 at 8:38 pm


નાના કારોબારીઆેને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કવન્સીલ આજે મોટી રાહત આપી હતી. નવેસરના નિર્ણય મુજબ હવે 40 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટનૅઆેવરવાળી કંપનીઆેને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ મળી ગઈ છે. પહેલા આ મર્યાદા 20 લાખ રૂપિયાની હતી. આવી જ રીતે જીએસટી કાઉÂન્સલે પૂવોૅત્તર અને પહાડી રાજ્યોની કંપનીઆે માટે જીએસટી રજિસ્ટ્રેશન માટે છુટછાટની મર્યાદા 10 લાખ રૂપિયાથી બે ગણી કરીને 20 લાખ કરી દીધી છે. જેટલીએ કહ્યું હતું કે, પહેલા 20 લાખ રૂપિયા સુધીના ટનૅઆેવરવાળા ઉદ્યાેગાેને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ મળી ગઈ હતી. હવે ઉત્તરપૂવીૅય અને પહાડી રાજ્યો માટે છુટછાટની મર્યાદા 10 લાખ રૂપિયા હતી પરંતુ નાના રાજ્યોએ પાેતાના કાયદા બનાવી લીધા છેઅને આ મર્યાદા 20 લાખ રૂપિયા કરી હતી. અમે આમા બે ગણો કરવેરો ક્રમશઃ 40 લાખ અને 20 લાખ રૂપિયા કરી રહ્યાા છે. એટલે કે બાકી ભારતમાં સ્લેબ 20 લાખ રૂપિયાને વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે ઉત્તર પૂવીૅય અને પહાડી રાજ્યો માટે 20 લાખ રૂપિયાના ટનૅઆેવરવાળી કંપનીઆેને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. ઉત્તરપૂવીૅય અને પહાડી રાજ્યોને આ લિમિટને વધારવા અને ઘટાડવાની મંજુરી આપવામાં આવી છે. જેટલીએ માહિતી આપતા કહ્યું હતું કે, જીએસટી છુટછાટની મર્યાદા વધારી દેવાથી નાના કારોબારીઆેને કાયદાકીય ગુંચવણમાંથી મુક્તિ મળી જશે પરંતુ ટેક્સ ચોરીની ઘટનાઆેમાં વધારો થવાની શંકા પણ ઉભી થઇ ગઇ છે. કારણ કે, કેટલાક ઉદ્યાેગાે ટેક્સ વિભાગની નજરમાંથી બચી જશે. પહેલા પ્રસ્તાવને એવી દલીલ સાથે ફગાવી દેવામાં આવી હતી કે, તેનાે ખોટો ઉપયોગ થઇ શકે છે. કાઉÂન્સલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટછાટ, કમ્પાેઝિશન સ્કીમ અને કેરળ હોનારત માટે સેસ લાગૂ કરવા સહિત અનેક પગલા લેવામાં આવ્યા હતા. જેટલીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, હવે કમ્પાેઝિશન સ્કીમની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીને દોઢ કરોડ રૂપિયા કરવામાં આવી છે. આનાે મતલબ એ થયો કે, હવે જે કંપનીઆેના વાર્ષિક ટનૅઆેવર 1.5 કરોડ રૂપિયા સુધી છે તે કંપનીઆેને લાભ લેવાની તક રહેશે. કવન્સીલ કમ્પાેઝિશન સ્કીમની પસંદગી કરનાર કંપનીઆેને રિટનૅ ભરવામાં પણ રાહત આપી છે. કમ્પાેઝિશન સ્કીમમાં જનારને ટેક્સ દર ત્રીજા મહિનામાં આપવા પડશે પરંતુ રિટનૅ વર્ષમાં એક વખત ફરી શકાશે. કમ્પાેઝિશન સ્કીમ સાથે જોડાયેલા બંને નિર્ણય નવા નાણાંકીય વર્ષની પ્રથમ તારીખ એટલે કે પહેલી એપ્રિલ 2019થી લાગૂ થશે. કેન્દ્રીય નાણારાજ્યમંત્રી શિવપ્રસાદ શુક્લાના નેતૃત્વમાં એક મંત્રીમંડળની સમિતિએ 50 લાખ રૂપિયા સુધીના વાર્ષિક ટનૅઆેવરવાળી સેવા આપતી કંપનીઆે માટે કમ્પાેઝિશન સ્કીમને સરળ બનાવવાની દરખાસ્ત મુકી હતી જે હેઠળ પાંચ ટકા લેવી અને સરળ રિટનૅની ભલામણ કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL