નાફેડની મગફળી ખરીદવામાં અનેક સમસ્યાઃ આજે મિલરો સાથે રાજકોટમાં બેઠક

August 29, 2018 at 11:26 am


સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ કરેલી મગફળી હવે નાફેડના માધ્યમથી વેચવામાં આવી રહી છે. જે મિલરો અને હાથફોલ સીગદાણાવાળાઆે (એચપીએસ) આ મગફળી ખરીદી છે તેમને નાફેડ સાથે અનેક વહીવટી પ્રશ્નો ઉભા થયા છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં મિલરો મગફળીની ખરીદી બંધ કરે તેવી વાતો વહેતી થતાં નાફેડે પ્રશ્નોના નિરાકરણ માટે આજે મિલરો અને હાથફોલ સીગદાણાવાળાઆેની તાકિદની બેઠક બોલાવી છે.

રાજકોટ ખાતે ખાનગી હોટલમાં આજે બપોરે આ મિટિંગનો પ્રારંભ થયો છે અને મિલરોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, મગફળીની ખરીદી બાદ નાફેડ તરફથી અવારનવારની ઉઘરાણી પછી દોઢ-બે મહિને બિલ આપવામાં આવે છે અને ખરીદેલી મગફળી મોડી ઉપાડવા બદલ કેરિ»ગ ચાર્જ ફટકારવામાં આવે છે. બિલ મોડા મળે છે પરંતુ જીએસટીનું રિટર્ન દર મહિનાના 10 તારીખ સુધીમાં ફાઈલ કરવાનું હોય છે.

નાફેડના વાંકે મિલરો દંડાઈ રહ્યા છે. આ સમસ્યાઆેના નિરાકરણ માટે સૌરાષ્ટ્ર આેઈલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીરભાઈ શાહે ગત તા.29 આેગસ્ટના રોજ નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાને પત્ર પાઠવીને સમસ્યાના નિવારણ માટે અનુરોધ કર્યો હતો અને નાફેડના ચેરમેને તેનો સાનુકુળ પ્રતિભાવ પણ આપ્યો હતો પરંતુ હજુ સુધી તે દિશામાં કોઈ નકકર કામગીરી થઈ ન હોવાથી મિલરો અકળાયા છે.

આજની મિટિંગમાં ગાેંડલ ઉપરાંત કુવાડવા, જૂનાગઢ, કેશોદ, અમરેલી સહિતના સેન્ટરોના 200થી વધુ મિલરો અને સીગદાણાના વેપારીઆે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL