નાફેડ કુણું પડયુંઃ મગફળી ખરીદનો બહિષ્કાર પાછો ખેંચવો કે કેમ તે મુદ્દે સાંજે ‘સોમા’ નિર્ણય લેશે

September 11, 2018 at 12:10 pm


નાફેડ દ્વારા વેચવામાં આવતી મગફળી નહી ખરીદવાનો અને નાફેડનો બહિષ્કાર કરવાનો નિર્ણય સોમા દ્વારા બે દિવસ અગાઉ લેવાયા બાદ નાફેડના પગ નીચે રેલો આવ્યો છે અને હવે મિલરોને અનુકુળતા થાય તે મુજબ ટેન્ડરની વિગતો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. નાફેડના આ પ્રકારના વલણ બાદ હવે બહિષ્કારનું એલાન ચાલુ રાખવું કે પાછું ખેંચી લેવું તેનો નિર્ણય કરવા આજે સાંજે પાંચ વાગ્યે ગાેંડલ ખાતે ઉદ્યાેગનગર હોલમાં સોમાએ મિલરોની અને સીગદાણાના વેપારીઆેની બેઠક બોલાવી છે.
કયા ગોડાઉનમાં કેટલો માલ પડયો છે અને તે માટે કેટલા ભાવનું ટેન્ડર આવ્યું છે તેની વિગતો નાફેડ દ્વારા જાહેર કરાઈ રહી છે. જો કે, ટેન્ડર કયા મિલરનું કે વેપારીનું છે તેની વિગતો હજુ જાહેર કરાતી નથી. આ ઉપરાંત બિલ મોડા મળવા સહિતના અનેક મુદ્દે નાફેડે પોતાની સીસ્ટમમાં ખાસ સુધારો કરેલ નથી. આ સ્થિતિમાં શું કરવું ં તેનો નિર્ણય લેવા સાંજે મિટિંગનું આયોજન કરાયું છે તેમ સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL