નારીનું નૂર હણતું નલિયાનું નર્કાગાર…

February 13, 2017 at 5:10 pm


અમેરિકાના પ્રમુખનો સેકસકાંડ હોય, રાજસ્થાનના કોઈ મંત્રીએ ભંવરીદેવી સાથે ખેલેલો સેકસ અને મર્ડરકાંડ હોય કે પછી નલિયાનો ચચર્સ્પિદ સેકસકાંડ હોય. હંમેશા આવા વિકૃત અને ગંદા કૌભાંડો સમાજમાં ટીકા સાથે ચચર્િ જગાવતા રહ્યા છે અને સંસ્કારી સમાજને આંચકો આપતા રહ્યા છે. નારી તું નારાયણી કહેનારા આપણા સમાજમાં નારીની શું દશા છે તેના અનેક ચોંકાવનારા બનાવો દિન પ્રતિદિન આંચકા આપી રહ્યા છે અને બેટી બચાવો, બેટી પઢાઓની વાતો વચ્ચે સામુહિક દુષ્કર્મની નલિયા સેકસકાંડ તરીકે જે ઘટના આકાર પામી છે તેણે ગુજરાત આખામાં ભારે ચચર્િ જગાવી છે અને ખાસ કરીને તેમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની વાતોને લીધે આ ઘટના એકદમ ગરમા-ગરમ બની ગઈ છે. બુધ્ધિજીવી વર્ગ અને સંસ્કારી સમાજ કેટલીક તાર્કિક દલીલો સાથે આવા બનાવો વખતે પ્રશ્ર્નો ઉભા કરે છે અને પોતાની ચિંતા પ્રગટ કરે છે ત્યારે આપણે તેની નોંધ પણ લેવી જરી છે. સંસદમાં 50 ટકા મહિલા અનામતની અને મહિલા સન્માનની વાતો આપણે ઢોલ નગારા વગાડી વગાડીને કરીએ છીએ અને બીજી બાજુ મહિલાઓ સાથે હેવાનિયતભયર્િ કારનામા આપણા નામે વધી રહ્યા છે તે ખરેખર શરમજનક બાબત છે.

નલિયા સેકસકાંડની અંદર જે કોઈ મોટા કે નાના માથા સંડોવાયેલા હોય તેમને કડક શિક્ષા તો થવી જ જોઈએ પરંતુ આવી ઘટનાઓ વારંવાર ન બને તેની કાળજી પણ સૌએ રાખવી જરી છે. કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર આકરામાં આકરા પગલા લેવાની જર છે. કોઈપણ પક્ષ હોય કે કોઈપણ નેતા હોય જો તેની સંડોવણી તેમાં હોય તો તેની સામે બેધડક પગલા લેવાવા જોઈએ. સત્તાધારી કે વિપક્ષનો ભેદ અહીં મટી જાય છે અને કોઈએ તેમાં ઈન્ટરફીયર થવું જોઈએ નહીં. પોલીસને વધુ સત્તા આપીને સત્ય બહાર લાવવા માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવાનો આ સમય છે. પીડિતાએ એવો ઉલ્લેખ કર્યો છે કે આ કૌભાંડ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેમાં કુલ 65 જેટલા લોકો સામેલ છે. મહિલાઓની અને યુવતીઓની સાથે દુષ્કર્મ આચરીને કેટલીક મહિલાઓના તો એમએમએસ કલીપ પણ બનાવી લેવામાં આવી છે. કેટલી હદે આપણા સમાજમાં ક્રાઈમ કરનારાઓની હિંમત વધી ગઈ છે તે જોઈને ખરેખર આશ્ર્ચર્ય થાય છે. ખરેખર આ મજબુરી વાળી મહિલાઓ સાથે ધોખાબાજી હતી કે પછી ફોસલાવીને પટાવીને સેકસકાંડ આચરવામાં આવ્યો હતો તેની ઝીણવટભરી તપાસ ખરેખર થશે ખરી? તંત્ર દ્વારા સંબંધિતો સામે યોગ્ય દિશામાં તપાસ આગળ વધશે ખરી ? આ પ્રકારના પ્રશ્ર્નો આજે ભદ્ર સમાજમાંથી ઉઠી રહ્યા છે.

મહિલાઓ સાથે આવા હેવાનિયતભયર્િ કૃત્યો કરવામાં આવે ત્યારે આવા પ્રકરણમાં કોઈપણ પ્રકારના રાજકીય ખેલ તમાશા થવા ન જોઈએ અને જો થતા હોય તો તે દુ:ખદ છે. આ ઘટના જયારથી બની છે ત્યારથી ધરાર બની બેઠેલા નેતાઓ નીકળી પડયા છે અને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે અને મીડિયામાં પોતાના ચહેરા હાઈલાઈટ કરાવવા માટે અને વાહ વાહી મેળવવા માટે તેઓ સક્રિય થયા છે. દુ:ખની વાત એ છે કે હજુ તો એક પ્રકરણની તપાસ ચાલુ થઈ છે ત્યા બીજી આવી અમાનવીય અને શરમજનક કહી શકાય તેવી ઘટના બની છે અને આદિપુરમાં પણ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બહાર આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા નરાધમોને પણ પદાર્થપાઠ ભણાવવાની જર છે. ભાવનગર શહેરમાં પણ દુષ્કર્મની ઘટના બની છે.
નલિયાના સેકસકાંડની ચચર્એિ ગાંધીનગર સુધી ધરતી ધણધણાવી અને ભાજપ્ના ટોચના મંત્રીઓએ પણ ભુજ દોડી આવવું પડયું છે. ભાજપ દ્વારા ઉતાવળે પત્રકાર પરિષદ પણ થઈ ગઈ. વળતો જવાબ આપવા અને આબ બચાવવા માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી અને સમજયા વગર જ આઈડી પ્રુફની ઝેરોક્ષ મીડિયાને બતાવી દેવામાં આવી પરંતુ આ તો ખુબ જ જવાબદાર અને સમજદાર મીડિયાએ ઓળખ છતી થવા ન દીધી અને એમણે પોતાનો કર્તવ્યધર્મ બજાવ્યો. આવા પ્રકરણમાં અને આવી ગંભીર ઘટનાઓમાં નેતાઓએ ખરેખરી જવાબદારી અને ગંભીરતા દાખવવી જરી છે તેવી ચચર્િ અસ્થાને નથી. આ ઘટના બાદ ખુલાસા પર ખુલાસા, નિવેદનોનો દોર શ થયો છે પરંતુ આ બધા તમાશા બંધ કરીને કાયદાને તેનું કામ કરવા દેવું જોઈએ અને પોલીસને મેક્સિમમ છુટ આપીને જે કોઈ ચમરબંધી હોય તેને બહાર લાવીને પબ્લીકની સામે મુકી દેવાની જર છે. જો આમ થશે તો જ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકશે અને નરાધમો પાપાચાર કરતા પહેલા સો વખત વિચાર કરશે.

તાજેતરમાં જ લોકપ્રિય થયેલી એક હિન્દી ફિલ્મ ‘યુવા’માં આવી ઘટનાને જ તલસ્પર્શી રીતે વર્ણવવામાં આવી હતી. આ ફિલ્મમાં પણ દુષ્કર્મની ઘટના બની હતી અને તેમાં પાપ આચરનારાઓને આકરી સજા થઈ હતી. જો કે આ તો ફિલ્મની વાત છે પરંતુ હકીકતમાં આવું થશે કે કેમ? તેનો લોકોને ઈન્તેજાર છે અને જો યુવા ફિલ્મની જેમ જ દુષ્કર્મ આચરનારાઓને આકરી સજા કરાવવા માટે સંબંધિતો પ્રમાણિકપણે કામ કરે તો બીજીવાર આવી હિન કક્ષાની પાપલીલા આચરવાની કોઈ હિંમત કરશે નહીં તેવો આશાવાદ સૌ વ્યકત કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે આ પ્રકારના હેવાનિયતભયર્િ કૃત્યો થઈ રહ્યા છે અને નલિયાના નકર્ગિારમાં તો જાણે નારીનું નૂર જ હણાઈ ગયું હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે કારણકે તેમાં કેટલાક મોટા માથાઓએ પણ મોઢું કાળું કર્યુ હોવાની ચચર્િ વખતે એમની દોડાદોડી હાસ્યાસ્પદ અને ચચર્સ્પિદ બની છે.
સામાન્ય રીતે આવા લોકો સમાજ માટે પ્રેરક ગણાતા હોય છે અને એમની પાસેથી પણ આપણો સમાજ કંઈક શીખવાની અપેક્ષાઓ રાખે છે પરંતુ આવા પ્રેરણાસ્ત્રોત જયારે ખુદ સંગીન અપરાધોમાં બદનામ થાય છે ત્યારે આખા સમાજને તેનો ધકકો લાગે છે.

print

Comments

comments

VOTING POLL