નારીમાં હેલ્થ સેન્ટર પુનઃ શરૂ કરવા ઉગ્ર માંગ

July 17, 2017 at 11:50 am


નારીના હેલ્થ સેન્ટરને સાંસદ દ્વારા દત્તક લેવાયેલા ફરિયાદકા યામે તબદીલ કરાતા ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલી
ભાવનગર જિલ્લાના હેલ્થ સેન્ટરને તાત્કાલીક અમરથી બાજુના ફરિયાદકા ગામે ફેરવી-નાખવામાં આવતા જનતા ભારે મુશ્કેલીમાં મુકાય જવા પામેલ છે.
ફરિયાદકા ગામને સાંસદે દત્તક લેતા જનસુવિધાના ભાગરૂપે એક ગામની સુવિધા બંધ કરી સાંસદના દત્તક ગામને ફાળવી આપતા આ દુવિધા ઉભી થવા પામેલ છે. વળી નારી ગામ ભાવનગર મહાનગરપાલિકામાં ભળી જતા આ બહાના નીચે બંધ કરવામાં આવેલ હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ સામુહિક હેલ્થ સેન્ટર નારી ગામમાં ભાલ પંથકના (22) બાવીસ ગામો કમળેજ વિ.ગામોના દદ}આે મહિલા સેવા, બાળ આરોગ્ય વિ.સારવાર માટે ખુબ જ મોટી સંખ્યામાં બહોળો લાભ મેળવતા હતા. આ સામે નારી ગામના અગ્રણી આંબાભાઇ પટેલ-જગદીશસિંહ રાણા, જે.બી.ગોહિલ, વિ.એ તાત્કાલીક અમરથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બંધ થયેલ સેવા ફરી શરૂ કરવા ઉચ્ચ સત્તાવાળાઆેને જાણ કરેલ છે.

print

Comments

comments

VOTING POLL