નિકાવા નજીક છોટાહાથીએ કારને ઠોકર મારતા એકનું મોત

October 5, 2017 at 1:15 pm


કાલાવડના નિકાવા રોડ પર ચાર દિવસ પહેલા છોટા હાથી વાહનના ચાલકે વેગનઆર ગાડીને ઠોકર મારી હતી જેમા એક વ્યકિતનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયુ છે જયારે કાલાવડના જશાપરની ગોળાઇમાં એક મહીના પહેલા અજાÎયા વાહનની હડફેટે ગંભીર રીતે ઘવાયેલા ખીરસરાના વૃધ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે. કાલાવડના નિકાવા જતા રોડ પર મામાની મઢુલી પાસે તા. 1ના રોજ છોટા હાથી વાહન નંબર જીજે3ઝેડ-6325ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રાજકોટ જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણનગરમાં રહેતા અને ભીમાનુ ગામના વતની હરેશભાઇ વઢરકીયાની વેગનઆર ગાડી નં. જીજે3ડીડી-3788ની સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ફરીયાદીના ભાઇ વીનુભાઇને છાતીના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યુ હતું, હરેશભાઇએ ગઇકાલે કાલાવડ ગ્રામ્યમાં છોટા હાથીના ચાલક સામે ફરીયાદ નાેંધાવી હતી. બીજા બનાવમાં કાલાવડના જશાપર ગામની ગોળાઇમાં ગત તા. 8-9-17ના સમય દરમ્યાન કોઇ અજાÎયા ચાલકે ખીરસરા ગઢવાળુ ખાતે રહેતા દામજીભાઇ હરજીભાઇ સાગઠીયા (ઉ.વ.60) નામના વૃધ્ધ રોડ પર ચાલીને જતા હતા ત્યારે હડફેટે લઇને ગંભીર ઇજા પહોચાડતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું. અકસ્માત સજીર્ને વાહનચાલક નાશી છુટયો હતો આ અંગે મૃતકના પુત્ર લોધીકા તાલુકાના ખીરસરા ગઢવાળા ખાતે રહેતા સમીર દામજીભાઇ સાગઠીયાએ કાલાવડ ટાઉન પોલીસમાં ગઇકાલે વાહનચાલક સામે ફરીયાદ નાેંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL