નીતિન પટેલ ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે

July 12, 2016 at 8:04 pm


તબીબોની ખેંચ નિવારવા માટે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પુરતી આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્રમાં નવી મેડિકલ કોલેજો શ કરવા માટે પુરતું હકારાત્મક વાતાવરણ આપવા માગે છે અને તેના અનુસંધાને ટૂંક સમયમાં ખાનગી મેડિકલ કોલેજો માટેની એક અલગ પોલીસીની જાહેરાત કરવામાં આવશે તેવી વાત ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે આવેલા આરોગ્ય વિભાગના કેબિનેટ કક્ષાના પ્રધાન અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી નીતિનભાઈ પટેલે કરી હતી.

‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી અને મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તબીબોની અછતના મામલે ગુજરાત જેવી જ સ્થિતિ સમગ્ર દેશની છે અને તે નિવારવા માટે કેન્દ્ર સરકારે પોલીસી ઘડી છે. તેમાં જરી સુધારા વધારા કરી ગુજરાતમાં નવી પોલીસી જાહેર કરવામાં આવશે.

નવી મેડિકલ કોલેજ શ કરવા માટે ખાનગી ક્ષેત્ર માટે ઘડાનારી પોલીસીની આછેરી ઝલક આપતાં આરોગ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટુડન્ટ્સને ભણાવવાની એટલે કે ટિચિંગને લગતી જવાબદારી ખાનગી મેડિકલ કોલેજના સંચાલકોની રહેશે અને સરકાર તેમને હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રકચર પુરું પાડશે. ઓછામાં ઓછી 500 બેડની હોસ્પિટલ હશે અને તેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને પણ ત્રણ વર્ષ માટે ગામડામાં ફરજ બજાવવાનું બોન્ડ ભરવાનું રહેશે.આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજોમાં લાખો પિયાના ડોનેશન લેવામાં આવે છે ત્યારે સરકારી કોલેજોમાં વાર્ષિક માત્ર 6,500ની ફીથી ભણાવવામાં આવે છે. ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલ ફેકલ્ટીના અભ્યાસ માટે અન્ય રાજ્યમાં ન જવું પડે તે માટે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાત મેડિકલ સોસાયટીની સ્થાપ્ના કરવામાં આવી છે અને આ સોસાયટીના નેજા નીચે અમદાવાદ, સોલા, વલસાડ, ગાંધીનગર અને જૂનાગઢમાં મેડિકલ કોલેજો શ થઈ છે. આવી કોલેજોમાં વાર્ષિક ફી પિયા અઢી લાખ આસપાસ લેવામાં આવે છે. આવી કોલેજમાં અભ્યાસ કરતો જો કોઈ વિદ્યાર્થી ત્રણ વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા માટેનું બોન્ડ આપે તો તેમને ફી માફી સહિતના લાભ આપવાની દિશામાં પણ સરકાર વિચારી રહી છે. ગુજરાત મેડિકલ સોસાયટી હસ્તકની કોલેજોમાં હાલ ફીનું ધોરણ અન્ય ખાનગી કોલેજોની સરખામણીએ માત્ર 30 ટકા છે પરંતુ તે પણ નહીં લેવાની સરકારની શરતી તૈયાર છે.

નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે એમબીબીએસની બેઠકોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને હવે અમારું ફોકસ પોસ્ટ ગ્રેજ્યુએશન (પી.જી.)ની બેઠકો વધારવાની દિશામાં રહેશે.

નીતિનભાઈ પટેલની ‘આજકાલ’ની મુલાકાત વખતે તેમની સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર રક્ષાબેન બોળિયા, શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિતનાઓ સાથે રહ્યા હતા.

આજકાલ’માં બેઠા-બેઠા સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન ઉકેલતાં આરોગ્ય પ્રધાન
આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ ‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે તેમની સમક્ષ સિવિલ હોસ્પિટલની લીફટ બંધ હોવાનો પ્રશ્ર્ન કોઈએ ટેલિફોન દ્વારા રજૂ કર્યો હતો. લીફટ બંધ હોવાના કારણે દર્દીઓ અને તેના સગા-વ્હાલાઓને પડતી મુશ્કેલી અંગે કોઈ નાગરિકે ટેલિફોન પર રજૂઆત કરી હતી અને મંત્રીશ્રીએ તે શાંતિથી સાંભળી ત્વરીત ઉકેલ માટે આદેશ કર્યો હતા. મંત્રી નીતિનભાઈ પટેલની સૂચના બાદ તુરંત જ સિવિલ હોસ્પિટલમાંથી વળતો જવાબ આવ્યો હતો કે લીફટ બગડી હતી તે વાત સાચી પરંતુ તે તાત્કાલીક રિપેર કરી દેવામાં આવી છે. પ્રધાન સમક્ષ પહોંચવાનું… પોતાની વ્યથા અને વેદના રજૂ કરવાનું સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન હોય છે પરંતુ હંમેશા ‘સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગ’ની થિયરીમાં માનતા નીતિનભાઈ પટેલે અજાણ્યા નંબર પરથી આવેલો ફોન રિસીવ કર્યો હતો અને પ્રશ્ન નું તુરંત નિરાકરણ પણ લાવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL