નીતિશની શાખને ફટકો

September 22, 2017 at 7:50 pm


બિહારના ભાગલપુર જિલ્લામાં મુખ્યમંત્રી નીતિશકુમાર જે કેનાલનું ઉદઘાટન કરવાના હતા તે સાંજે જ તૂટી પડી હતી અને આસપાસના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. પોતાની સરકાર ભ્રષ્ટાચાર વિનાની છે તેમ કહેતા રહેતા નીતિશ સામે આ સાથે જ વિપક્ષો તૂટી પડéા છે અને સોશિયલ મીડિયામાં તેમની સામે ટિપ્પણીઆે શરુ કરાઈ છે

બિહારમાં ગંગા નદીનાં પાણી ઉલેચીને એક કેનાલ વાટે વહેડાવવાનો 40 વર્ષ જુનો પ્રાેજેક્ટ ફરી ખોરંભે ચઢી ગયો છે. આ પ્રાેજેક્ટનું મુખ્યપ્રધાન નીતિશ કુમારના હસ્તે ઉદૃઘાટન થવાનું હતું. પરંતુ, તેના આગલા જ દિવસે આ કેનાલમાં 20 ફૂટનુ મોટું ગાબડું પડી ગયું. નજીકની એનટીપીસી ટાઉનશીપ વગર વરસાદે જળબંબાકાર થઇ ગઇ. દેખીતી રીતે જ ભ્રષ્ટાચાર સિવાય આવો ચમત્કાર શક્ય નથી. જોકે, નીતિશ સરકારનું ભલું પૂછવું. અગાઉ તેણે સરકારી ગોડાઉનોમાંથી દારુની ચોરીથી માંડીને થોડા સમય પહેલાં રાજ્યમાં આવેલાં ભયાનક પૂરની જવાબદારી ઉંદરો પર ઢોળી દીધી હતી. કદાચ આ કેનાલ ભંગાણમાં પણ દોષનો ટોપલો ઉંદરો પર ઢોળી દેવાય તો નવાઇ નહી. વાસ્તવમાં દરેક સરકારી પ્રાેજેક્ટને કોતરી ખાતા ઉંદરો એટલે કોણ એ આ દેશનું બચ્ચેબચ્ચું જાણે છે. ગુજરાતમાં હાલ મોટાભાગના રસ્તા પર ખાડા પડી ગયા છે. જ્યાં રિપેરિ»ગ કામ થઇ રહ્યું છે ત્યાં પણ તે લોકોના આક્રાેશને ઠાલવા જલ્દી જલ્દીમાં તકલાદી થિગડાં મારવા જેવું થઇ રહ્યું હોવાનું જણાય છે. તેમાના કેટલાય રસ્તાઆે તો એવા છે જેની પાછળ કરોડોના ખર્ચને હજુ એક વર્ષ પણ પૂરું નથી થયું. ગુજરાતના જ નહી ભારતભરના કોઇપણ શહેરમાં આવા દેખીતા ભ્રષ્ટાચારનાં અનેક ઉદાહરણ મળી આવશે. ભાજપ, કાેંગ્રેસ કે કોઇપણ પક્ષની સરકાર હોય પરંતુ ભ્રષ્ટાચાર ખરા અર્થમાં બિનપક્ષીય અને રાષ્ટ્રીય ધોરણે જ વ્યાપ્ત છે. જ્યાં સુધી ભ્રષ્ટાચાર આદરનારા કોન્ટ્રાક્ટરો-અધિકારીઆે અને નેતાઆેની ત્રિપુટીને દાયકાઆે સુધી જેલમાં સબડવા અને તેમની અંગત મિલકતોમાંથી પ્રાેજેક્ટ ખર્ચ વસૂલવા જેવી આકરી સજાઆે નહી ફટકારાય ત્યાં સુધી આવા ગાબડાં કે ભંગાણ તો પડતાં જ રહેવાના.

print

Comments

comments

VOTING POLL