નીતિશને અચાનક ઈમાનદારીનો એટેક કેમ આવ્યોંઃ વર્ષો પહેલા જયોર્જ ફનાર્ન્ડીઝની પીઠમાં ખંજર ભાેંકયું હતું !

July 31, 2017 at 3:24 pm


આજના યુગનું પોલિટિકસ અને રાજકીય નેતાઓ તેમજ સત્તાધારીઓ શું કરી રહ્યા છે અને યંગ જનરેશનના માનસ પર કેવી ગંભીર અસરો ઉપજાવી રહ્યા છે તે ખરેખર એક લાંબી ચચર્િ અને દેશવ્યાપી ડિબેટનો વિષય છે. હિન્દી ફિલ્મોમાં ન જોવા જેવું કે ન સાંભળવા જેવું હોય તો તેના માટે સેન્સર બોર્ડની વ્યવસ્થા છે પરંતુ નેતાઓના અપલખણોનું જાહેરમાં 24 કલાક ટેલિકાસ્ટ થતું હોય છે અને તેના પર કોઈ અંકુશ નથી. આપણા દેશમાં પોલિટિશ્યનો સૌથી વધુ લકી કલાસ ગણાય છે કારણકે ગમે ત્યારે ગમે તે કરવાની તેને છૂટ મળેલી છે. બિહારમાં જે કાંઈ થયું છે તે બધાએ જોયું છે. જેડીયુના નેતા નીતિશકુમારને એકાએક ઈમાનદારીનો એટેક આવ્યો અને તેમણે અનેક કેસોમાં ફસાયેલા લાલુપ્રસાદ યાદવની પાર્ટી સાથેના પ્રેમ પર પૂર્ણવિરામ મુકી દીધું. નીતિશે એવું કારણ આપ્યું છે કે ભ્રષ્ટાચારી લોકો મારી સરકારમાં હોય તો કામ કેમ કરવું અને નૈતિકતા તેની પરવાનગી આપતી નથી. નીતિશકુમાર આખા દેશની જનતાને મુરખ જ સમજતા લાગે છે અને પોતાની જાતને તેઓ એકસ્ટ્રા સ્માર્ટ ગણતા હોય તેવું લાગે છે. બુધ્ધિજીવીઓ નીતિશને તકવાદી, અવસરવાદી અને સ્વાર્થી નેતા તરીકે જોઈ રહ્યા છે કારણકે લાલુપ્રસાદ યાદવ સાથે એમણે ગઠબંધનમાં સરકાર બનાવી ત્યારે પણ લાલુની સામે ભ્રષ્ટાચારના કેસો ઓલરેડી થયેલા જ હતાં. ત્યારે નૈતિકતાએ એમને નિંદરમાંથી જગાડયા નહોતા અને અચાનક જ એમને ઈમાનદારીનો એટેક આવી ગયો અને એમણે ગઠબંધન તોડી નાખ્યું. અગાઉથી ગોઠવાયું હોય તેમ નીતિશે રાજીનામું આપ્યું ત્યારબાદ કલાકોની અંદર જ તેમના નિવાસસ્થાને ભાજપ્ના ટોચના નેતાઓ પહોંચી ગયા હતાં અને ભાજપ્ને સરકારમાં સામેલ કરવાની શતરંજ બિછાવી દેવામાં આવી હતી.

બહ ઓછા લોકોને ખબર છે કે વર્ષો પહેલા પણ નીતિશકુમારે બિહારમાં એ સમયે જયોર્જ ફનર્ન્ડિીઝનો તખતો પલટાવી દીધો હતો અને ફનર્ન્ડિીઝની પીઠમાં ખંજર ભોંકયું હતું. એમને પક્ષના પ્રમુખપદેથી તગેડી મુકયા હતાં. નીતિશ વર્ષો પહેલા જયારે રાજકીય રીતે ખતરામાં હતાં ત્યારે ભાજપ્ના શરણે ગયા હતાં અને શરદ યાદવ સાથે મળીને જયોર્જ ફનર્ન્ડિીઝની બિચારાની ગેમ કરી નાખી હતી. 90ના દશકામાં વી.પી.સિંઘ વડાપ્રધાન હતાં. એમણે લાલુપ્રસાદ અને શરદયાદવને જનતાદળમાં જગ્યા આપી હતી. જે.પી. આંદોલનમાં આ બંને લોકો સાથે રહ્યા હતાં. 1990માં જયારે પાર્ટી સત્તામાં આવી તો લાલુ મુખ્યમંત્રી બન્યા હતાં અને નીતિશને રાજય કેબિનેટમાં જગ્યા આપી હતી. ત્યારબાદ 1994માં નીતિશ લાલુથી અલગ થયા હતાં અને જયોર્જ ફનર્ન્ડિીઝ સાથે સમતા પાર્ટી બનાવી હતી પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં સમતા પાર્ટી ધોવાઈ ગઈ અને ફકત સાત બેઠકો જ આખા રાજયમાંથી મળી હતી જયારે લાલુજીને બિહારની કુલ 324માંથી 167 બેઠકો મળી હતી. પરાજય બાદ નીતિશ અને જયોર્જ ફનર્ન્ડિીઝે બીજેપીનો સાથ માગ્યો અને 1996માં સમતા પાર્ટી બીજેપી સાથે મળી ગઈ અને લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને 8 બેઠક મળી. 1998ની લોકસભાની ચૂંટણીમાં 12 બેઠકો મળી હતી. ત્યારબાદ વાજપેયી સરકારમાં નીતિશનું કદ વધતું ગયું અને 2000ની સાલમાં એમને બિહારના મુખ્યમંત્રી બનવાની તક મળી પરંતુ તેમની સરકાર સાત દિવસ જ ચાલી છતાં નીતિશની છબી એનડીએના મોટા નેતા તરીકેની ત્યારે થઈ ગઈ હતી. બીજેપી સાથે ગઠબંધનને લીધે નીતિશ પ્રથમ છ વર્ષ કેન્દ્રમાં રહ્યા હતાં ત્યારબાદ 2003માં નીતિશ અને જયોર્જે ફરી જુના સાથીઓ સાથે હાથ મિલાવ્યા હતાં અને જનતાદળ (યુ)ની રચના કરી હતી. ત્યારબાદ 2004માં બિહારમાં એમણે સત્તા લીધી અને બિહાર જીતી લીધા બાદ નીતિશે 2007માં જયોર્જનો તખતો પલટાવી નાખ્યો અને તેમની પીઠમાં ખંજર ભોંકયું હતું. શરદયાદવ સાથે નીતિશે હાથ મિલાવીને જયોર્જને ઘરભેગા કરી દીધા હતાં અને તેમને પક્ષના પ્રમુખપદેથી તગડી મુકીને શરદને પ્રમુખ બનાવી દીધા હતાં. આ સમય સુધી નીતિશ એનડીએના જ પાર્ટનર હતાં પરંતુ 2014માં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નીતિશે ધર્મ નિરપેક્ષતાને આધાર બનાવી 2013માં જ ભાજપથી લાજ કાઢી લીધી હતી પરંતુ નીતિશનો આ દાવ ઉલટો પડી ગયો હતો અને 2014માં પ્રચંડ બહમતિથી બીજેપી સત્તામાં આવી. 2014ની લોકસભાની ચૂંટણીમાં જનતાદળ (યુ)ને ફકત બે બેઠક જ મળી અને ત્યારે નીતિશે હારની જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું ત્યારબાદ જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા હતાં પરંતુ માંઝી બાગી તેવર બતાવવા લાગતા નીતિશ પાછા સીએમ પદ પર ચડી બેઠા હતાં.
આમ નીતિશકુમાર જે બાજુ સત્તા હોય તે બાજુ સોદાબાજી કરવામાં ખુબ જ માહેર રહ્યા છે અને યંગ જનરેશનને તેઓ કેવું લેશન આપી રહ્યા છે તેનો જવાબ તો ફકત નીતિશકુમાર જ આપશે. આપણે બીજી કોઈ પાર્ટીને દોષ દઈએ તે બેઝીકલી વ્યાજબી નથી કારણકે નીતિશકુમાર બિહારના એક રાજકીય તવાયફ જેવા બની ગયા છે. જે બાજુ વધુ પૈસા દેખાય તે બાજુ તવાયફ વધુ ઠુમકા મારે છે એવી જ હાલત રાજકારણમાં નીતિશકુમારની થઈ ગઈ છે અને આ પ્રકારની વાતો અત્યારે લોકમુખે ચારેકોર ચચર્ઈિ રહી છે. લાલુપ્રસાદે ગુસ્સામાં ઈલેકટ્રોનિક સમાચાર ચેનલોની સામે નીતિશને ઘટીયા ઈન્સાન તરીકે સંબોધન કર્યુ છે અને હવે આ દિવાર એવી ઉભી થઈ છે કે તેમાં સાંધો થઈ શકે તેમ નથી. નીતિશકુમારની ખુબ જ લાંબી ગણતરીઓ છે અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેઓ પોતાનું સત્તાસ્થાન અકબંધ રહે તે માટે એક એવી પાર્ટીને પોતાની સાથે રાખવા માગે છે જેના સહારે પોતાના પથરા તયર્િ કરે. નીતિશ જાણે છે કે લાલુ પરિવારની સામે ભ્રષ્ટાચારની વાત બિહારની જનતાના મગજમાં ઘુસી ગઈ છે માટે એમની સાથે જોડાણ ચાલુ રાખવાથી લાંબા ગાળે સત્તાની હવસ સંતોષાય એમ નથી.

print

Comments

comments

VOTING POLL