નીતિશ વિશ્વાસઘાતી બની ગયા :લાલૂ યાદવની ટકોર

January 9, 2019 at 7:23 pm


બિહારમાં વિપક્ષી દળોના મહાગઠબંધનના ભવિ»ય ઉપર પ્રશ્નો ઉઠાવવા પર રા»ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે આજે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની જોરદાર ઝાટકણી કાઢી હતી. આરજેડી વડાએ કહ્યું હતું કે, નીતિશકુમાર વિશ્વાસઘાતી બની ગયા છે. આ પ્રકારના લોકો શરમ અનુભવ કરતા નથી. બિહારના ચર્ચાસ્પદ ઘાસચારા કૌભાંડમાં સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ લાલૂ યાદવે નીતિશકુમાર ઉપર પ્રહાર કરીને કહ્યું હતું કે, તેઆે આજે જે ખુરશી ઉપર બેઠા છે તે મહાગઠબંધનના કારણે મળી છે. લાલૂના ટિ્‌વટર હેન્ડલથી આજે ટિ્‌વટ કરીને કહેવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિ મહાગઠબંધનના વોટથી ખુરશી ઉપર બેસી ગયા છે તે વ્યક્તિ દિનદહાડે જનાદેશની ડકૈતી કરી રહ્યાા છે.
11 કરોડ બિહારી લોકોના જનાદેશનું અપમાન કરી રહ્યાા છે. તેઆે કઈરીતે મહાગઠબંધનના ભાવિની વાત કરી રહ્યાા છે. આ પ્રકારના દગાબાજોને રાજ્યના લોકો જોરદાર બાેધપાઠ ભણાવવા માટે તૈયાર છે. નીતિશકુમારે સાેમવારના દિવસે બિહારમાં મહાગઠબંધનના ભવિ»ય ઉપર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત નક્કી છે તે પ્રકારના બિનજરૂરી દાવા કરવામાં આવી રહ્યાા છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે તેવી વાત નીતિશકુમાર કરી રહ્યાા છે જે ખુબ જ શરમજનક છે. લાલૂ હાલના દિવસાેમાં ઘાસચારા કૌભાંડના ચાર મામલામાં અપરાધી જાહેર થયા બાદ જેલની સજા ભોગવી રહ્યાા છે. અસ્વસ્થ હોવાના પરિણામ સ્વરુપે તેઆે રાંચીની આયુવેૅદ હોÂસ્પટલમાં હાલ સારવાર મેળવી રહ્યાા છે. લાલૂની તબિયતને લઇને પણ સતત પ્રશ્નો કરવામાં આવી રહ્યાા છે.

print

Comments

comments

VOTING POLL