નીતિશ-સોનિયા વચ્ચે મુલાકાત: રાષ્ટ્રપતિની ચૂંટણી મુખ્ય એજન્ડા

April 21, 2017 at 11:15 am


બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને કહ્યું છષ કે સૌથી મોટી મુખ્ય પાર્ટી તરીકે તેમણે વિપક્ષને એકજૂથ કરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ્ને પડકાર આપવો જોઈએ. તેમણે સોનિયા ગાંધીને કહ્યું કે રાષ્ટ્રપતિ ચૂંટણીને હવે વધુ સમય બાકી નથી એટલા માટે કોંગી પ્રમુખે તુરંત પહેલ કરી વિપક્ષી દળો વચ્ચે સહમતિ બનાવવી જોઈએ.
નીતિશકુમાર રાષ્ટ્રપતિને ચૂંટણીને લઈને આ પહેલા એનસીપી નેતા શરદ પવાર, માકપા મહાસચિવ સીતારામ યેચુરી અને ભાકપા નેતા ડી.રાજા સાથે વાત કરી ચૂક્યા છે. જનતા દળ યુનાઈટેડના મહાસચિવ કે.સી.ત્યાગીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વિપક્ષી દળોને એકજૂથ કરવાને લઈને જ મુલાકાત કરાઈ હતી. એક વર્ષ બાદ આ પ્રકારની મુલાકાત થઈ હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન હાલની રાજકીય પરિસ્થિતિ અંગે પણ ગહન ચચર્િ થઈ હતી.
ત્યાગીએ કહ્યું કે જદયુ ઈચ્છે છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા છે. આ દૃષ્ટિએ કોંગ્રેસ અધ્યક્ષે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વાતચીત કરવી જોઈએ. જદયુ ઈચ્છે છે કે વિપક્ષ સર્વસંમતિથી એક સેક્યુલર ઉમેદવાર એનડીએ વિધ્ધ ઉભો રાખે. સૌથી મોટી પાર્ટી તરીકે સર્વસંમતિ બનાવવાની જવાબદારી કોંગ્રેસની છે.

print

Comments

comments

VOTING POLL